રાજકોટમાં સિટી બસ ડ્રાઇવરની દાદાગીરી, વીડિયો વાયરલ થયો

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટી બસસ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષાચાલકને સિટી બસના કર્મચારી માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 3:30 PM

રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. વાહન ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં ડ્રાઈવરે રિક્ષાચાલક વૃદ્ધ ડ્રાઈવરને રસ્તા વચ્ચે ઢોરમાર માર્યો. જેનો વીડિયો વાયરલ થયો છે. હાલ આ વીડિયોની ઘટનાને લઈ મનપા કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને તપાસ સોંપી દોષિતો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમજ સીટી બસના ડ્રાઇવરનું ગેરવર્તણુક ચલાવી નહીં લેવાઈ તેવું મનપા કમિશનરે જણાવ્યુ છે. સમગ્ર વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે. બસનો ડ્રાઈવર વૃદ્ધને તમાચા પર તમાચા મારે છે. લોકો વૃદ્ધને ઉભા કરવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં ડ્રાઈવર તેને માર મારતો રહે છે. ત્યારે આવી દાદાગીરી સામે કાર્યવાહી કરવા તંત્રએ હાલ આદેશ આપ્યા છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટી બસસ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષાચાલકને સિટી બસના કર્મચારી માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધને રોડ પર બેસાડી સિટીબસના કર્મચારી માર મારી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

બસ સાથે રિક્ષા ઘસાવા જેવી સામન્ય બાબતમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થઈ રસ્તા પર વૃદ્ધ રિક્ષા ચાલકને માર મારે તે કેટલું યોગ્ય ગણાય તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. વૃદ્ધ સિટી બસના કર્મચારીઓ પાસે આજીજી કરતા રહ્યા પણ એક પણ કર્મચારીને દયા આવી નહીં અને વૃદ્ધને ફટાકા મારતા રહ્યા હતા. બસ સાથે રિક્ષા ઘસાઈ એમાં સિટી બસના કર્મચારીઓ એકત્ર થઇ વૃદ્ધ સામે દાદાગીરી દેખાડી તે કેટલું યોગ્ય ગણાય. આવા કર્મચારીઓ સામે કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માગ લોકોમાં ઉઠી છે. મનપા પણ મૂકપ્રેક્ષકની જેમ તમાચો જોઇ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">