Video: રાજકોટમાં સિવિલ હોસ્પિટલની નર્સને થયો વરવો અનુભવ, ઘરે જઈ રહી હતી ત્યારે કોઈ શખ્સે ખેંચી અને ઢસડીને લઈ જવાનો કર્યો પ્રયાસ

Rajkot: મહિલાઓની સલામતી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને રાત્રે 8 વાગ્યે ઘરે જતા સમયે વરવો અનુભવ થયો હતો. પાછળથી અજાણ્યા શખ્સે ખેંચી તેને ઢસડીની લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ઘટના અંગે બે દિવસથી અરજી આપ્યા બાદ પણ આરોપી હજુ સુધી પકડાયો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:09 PM

ગુજરાતમાં મહિલા સલામતીના મોટા મોટા દાવા તો થાય છે પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં નર્સ સાથે જે ઘટના બની છે તેના પરથી મહિલા સલામતીના આ દાવાની પોલ ખૂલી ગઈ છે. રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેલી મહિલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવે છે. આ યુવતી શુક્રવારે રાત્રે જ્યારે સિવિલમાં તેની ડ્યુટી પતાવી રાત્રે 8 વાગ્યે ઘરે જઈ રહી હતી ત્યારે તેમના એપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તે યુવતીને પાછળથી અજાણ્યા એક શખ્સે તેની પર હુમલો કર્યો.

શખ્સે યુવતીના વાળ ખેંચી પકડવાનો કર્યો પ્રયાસ

યુવતી ચાલીને જઈ રહી હતી ત્યારે પાછળથી 30થી 35 વર્ષના શખ્સે તેને પાછળથી પકડીને દૂર સુધી ઢસડી હતી. વાળ ખેંચીને તેને ક્યાંય સુધી ઘસડી હતી. જો કે મહિલાએ પણ આ શખ્સ સાથે ઝપાઝપી કરી કોઈપણ રીતે તેની પકડમાંથી છૂટી ગઈ હતી. નર્સે હિંમત કરી બદઈરાદો રાખનાર શખ્સના સકંજામાંથી પોતાની જાતને તો છોડાવી જેમતેમ કરી એપાર્ટમેન્ટ પહોંચી હતી અને એપાર્ટમેન્ટના રહિશોને પોતાની આપવિતી વર્ણવી હતી.

લોકો યુવતીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં તો નરાધમ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે યુવતીએ બે દિવસથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને આરોપી શખ્સને પકડી દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી છે પરંતુ ગાંધીગ્રામ પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી.

આ પણ વાંચો: રાજકોટમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ વિભાગને બ્રહ્મજ્ઞાન ! શાળાના સમયમાં ફેરફાર કરવા શાળાના આચાર્યોને સૂચના

બે દિવસ બાદ પણ આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યો છે ત્યારે એ સવાલ એ પણ છે કે જ્યા સુધી આરોપી પકડાય નહીં ત્યા સુધી પીડિત નર્સ પણ પોતાની જાતને સલામત અનુભવી શક્તી નથી. જ્યારે અન્ય યુવતીઓની સલામતી સામે પણ જોખમ તોળાઈ રહ્યુ છે આવા નરાધમો ખુલ્લા ફરતા રહે ત્યાં સુધી મહિલાઓ સલામત કેવી રીતે રહી શકે?

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">