વાયબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટ અમદાવાદમાં કરશે રોડ શો, જુઓ વીડિયો

વાયબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટ અમદાવાદમાં કરશે રોડ શો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 04, 2024 | 3:11 PM

આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 સુધી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પગલે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે.તો બીજી તરફ લોક સભાની ચૂંટણી પણ નજીકમાં છે.

વાયબ્રન્ટ ગુજરાતને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 સુધી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પગલે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે.

ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી અને UAE પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી કરશે. તો આગામી 9 જાન્યુઆરીએ અમદાવાદમાં રોડ શો યોજાવાનો છે. રોડ શો બાદ બંન્ને દેશના વડા ગાંધીનગર આવશે.

ગાંધીનગરમાં 3 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવેલી આ બેઠકમાં વાયબ્રન્ટની સુરક્ષા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો