જય શ્રી રામના નાદ સાથે સાધુ સંતોનું પહેલુ ગ્રુપ અમદાવાદથી અયોધ્યા જવા રવાના, જુઓ વીડિયો
550 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ પોતાના નીજ મંદિરમાં પધારી રહ્યા હોવાનો આનંદ દેશભરમાં જોવા મળી રહ્યો છે.ત્યારે સાધુ સંતોનું પહેલું ગ્રુપ અયોધ્યા જવા માટે રવાના થયો છે. સંતો અમદાવાદ એરપોર્ટથી ફલાઈટમાં અયોધ્યા જવા માટે રવાના થયો છે.
550 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ પોતાના નીજ મંદિરમાં પધારી રહ્યા હોવાનો આનંદ દેશભરમાં જોવા મળી રહ્યો છે.ત્યારે સાધુ સંતોનું પહેલું ગ્રુપ અયોધ્યા જવા માટે રવાના થયો છે. સંતો અમદાવાદ એરપોર્ટથી ફલાઈટમાં અયોધ્યા જવા માટે રવાના થયો છે. VHPના નેતાઓએ સંતોને આપી વિદાય છે. તેમજ 370 થી વધારે સંતો અને સાધુઓ ગુજરાતથી અયોધ્યા જશે.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના અલગ અલગ બજારોમાં વિવિધ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે વાત જો મણિનગર ગોપાલ ટાવરની કરવામાં આવે તો અહીં વિશેષ સજાવટ કરવામાં આવી છે.તમામ વેપારીઓએ મળઈને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશેષ આયોજન કર્યું છે.22 જાન્યુઆરીના દિવસે શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
