અમદાવાદની વિવિધ ક્લબ પણ રંગાઈ રામના રંગમાં, રંગબેરંગી રોશની અને મનમોહક રંગોળીથી કરાઈ સજાવટ- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 21, 2024 | 4:40 PM

અમદાવાદની વિવિધ ક્લબ પણ રામના રંગે રંગાઈ છે. શહેરની નામાંકિત ક્લબમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજિત કરવામાં આવ્યા છે.  ભગવાનના શ્રીરામના આગમનને આવકારવા માટે ક્લબમાં ભગવાન શ્રીરામ અને સીતાની વિશાળ રંગોળીઓ પણ  કંડારવામાં આવી છે. 

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને પગલે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન માત્ર અયોધ્યા પરંતુ તમામ શહેર, નગર, અને ગામોમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્યાતિભવ્ય આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પણ રામમય બન્યુ છે.

શહેરની વિવિધ સંસ્થાઓ, શાળાઓ, સરકારી કચેરીઓ અને શહેરની અનેક સોસાયટી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને પગલે વિવિધ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે. આ શ્રેણીમાં હવે શહેરની ક્લબ પણ બાકાત નથી અને વિવિધ ક્લબ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.

ચોકલેટમાંથી બનાવેલ રામ મંદિરે જન્માવ્યુ આકર્ષણ

અમદાવાદનું કર્ણાવતી ક્લબ પણ રામના રંગમાં રંગાયુ છે. અહીં જ્યાં નજર પડે ત્યાં રામ સીતાના કટઆઉટ્સ, ભગવાન શ્રીરામની મનમોહી લેતી વિશાળ રંગોળીઓ, અને રામાયણના વિવિધ પ્રસંગોને દર્શાવતા ચિત્રો નજરે પડી રહ્યા છે. રામ, સીતા લક્ષ્ણમની સાથે હનુમાનજીના વિશાળ ચિત્રો, અયોધ્યામાં નવનિર્માણ પામેલા ભવ્ય રામમંદિરના ચિત્રો તો ખરા જ સાથોસાથ ચોકલેટમાંથી બનાવેલુ રામ મંદિર પણ આકર્ષણ જન્માવી રહ્યુ છે. આ દિવસને ઐતિહાસિક બનાવવા ક્લબના દરેક સ્ટાફ દ્વારા કોઈને કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી છે.

ક્લબમાં ફૂલમાળા, દીવા અને વિવિધ રંગબેરંગી લાઇટિંગનો શણગાર પણ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ, સુંદરકાંડ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તરફ રાજપથ ક્લબમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાના દિને રામધૂન આયોજન કરવામાં આવ્યુ છે. આટલુ જ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બપોરે ક્લબ બહાર જરૂરમંદ લોકોને ભોજન કરાવવામાં આવશે.

આ પણ વાંચો : અયોધ્યા રામ મંદિરમાં 2000 ફુટ નીચે રાખવામાં આવનાર ટાઈમ કેપસ્યુલ શું છે? વાંચો કાલપત્ર વિશે રોચક જાણકારી

સાડા પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના મહેલ સમા નીજમંદિરમાં પરત આવી રહ્યા છે ત્યારે તેનો ઉમંગ અને ઉત્સાહ દરેક દેશવાસીઓને આનંદથી ભરી દે છે. સદીઓની તપશ્ચર્યા, પ્રાર્થનાઓ રંગ લાવી છે અને પ્રભુ શ્રી રામના આગમનની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દરેક દેશવાસી આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવા માટે આતુર છે.

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published on: Jan 20, 2024 11:59 PM