Vapi :બિલ ખાડીના પાણીનો રંગ બદલાયો, વરસાદી પાણીની આડમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ

બિલ ખાડીમાં આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદના પાણીની આડમાં પ્રદુષિત પાણી ઠાલવતા હોવાથી ખાડી પ્રદૂષિત બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 5:26 PM

Vapi : શહેરની બિલ ખાડીમાં આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા વરસાદના પાણીની આડમાં પ્રદુષિત પાણી ઠાલવતા હોવાથી ખાડી પ્રદૂષિત બની છે. આશરે ૨૫ કિલોમીટર લાંબી બીલ ખાડીમાં વહેતા પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે અને કેમિકલના ગઠ્ઠા સહીત કચરો ખાડીમાં વહી રહ્યો છે. ખાડીમાં ફેલાતા પ્રદુષણના કારણે આસપાસના ગામોની જમીનના તળ પણ દૂષિત બન્યા હોય બોરમાં પણ કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ દૂષિત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. બિલ ખાડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવતા ઔદ્યોગિક એકમો સામે જાણે તંત્ર પણ ઘુંટણીયે બેસી ગયું હોય એમ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ આ ઔદ્યોગિક એકમો સામે કોઈ કાર્યવાહી ના કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">