AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢ વીડિયો: ગાદોઈ બોગસ ટોલનાકાનો વિવાદ વકર્યો, ગામના વ્યક્તિએ 6 લાખ માગ્યાની ઓડિયો ક્લિપ વાયરલ

જૂનાગઢ વીડિયો: ગાદોઈ બોગસ ટોલનાકાનો વિવાદ વકર્યો, ગામના વ્યક્તિએ 6 લાખ માગ્યાની ઓડિયો ક્લિપ વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2024 | 3:56 PM
Share

થોડા સમય અગાઉ ટોલનાકા નજીક ગાદોઈ ગામના રસ્તે વાહનો ડાયવર્ટ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે સામ સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા બદલ ટોલનાકાના સુપરવાઈઝર પાસે 6 લાખ રૂપિયાની માગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકાનો વિવાદ વધુ વકર્યો છે. થોડા સમય અગાઉ ટોલનાકા નજીક ગાદોઈ ગામના રસ્તે વાહનો ડાયવર્ટ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. હવે ગામના એક શખ્સે ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા બદલ ટોલનાકાના સુપરવાઈઝર પાસે 6 લાખ રૂપિયાની માગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પૈસાની માગણી કરતી એક કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જે ટોલનાકાના સુપરવાઈઝર ચંદ્રેશ વિરડાએ ગાદોઈના દીપક જલુ સાથે કરેલી વાતચીતનો ઓડિયો પોલીસને પુરાવા તરીકે આપ્યો હતો. પોલીસે બળજબરીથી રૂપિયાની માગણી કરનાર શખ્સ દીપક જલુની ધરપકડ કરી છે.

આ પણ વાંચો- ભરૂચના રામભક્તની અનોખી ભક્તિ : પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે 10 હજાર ચોખાનાં દાણા પર “રામ” લખી તેને અયોધ્યા મોકલ્યા

અગાઉ ચંદ્રેશ વિરડાની કંપનીએ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ રાખેલો હતો, ત્યારે તે દર મહિને 6 લાખ રૂપિયા ગામમાંથી ચાલતા વાહનો બંધ કરવા આપતો હતો, ત્યારે ફરી તેને કોન્ટ્રાક્ટ મળતા બળજબરીથી રૂપિયા માગ્યા હતા. એટલું જ નહીં તેને રૂપિયા આપવાની મનાઈ કરતી આરોપી દિપક જલુએ ફરિયાદીને ધમકી પણ આપી હતી. જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય કોઈની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">