Valsad: તિથલનો દરિયો બન્યો તોફાની, આગામી 3 દિવસ દરિયામાં કરંટની આગાહી

ભારે વરસાદ અને વાતાવરણમાં પલટા બાદ તિથલનો દરિયો તોફાની બન્યો છે. આગામી 3 દિવસ દરિયામાં કરંટની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાના મોજા તોફાની બનતા તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 8:23 PM

Valsad: ભારે વરસાદ અને વાતાવરણમાં પલટા બાદ તિથલનો દરિયો તોફાની બન્યો છે. આગામી 3 દિવસ દરિયામાં કરંટની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાના મોજા તોફાની બનતા તેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડતા સ્થાનિક પોલીસ દરિયાકિનારે તૈનાત થઈ હતી.

રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ

અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 17 ટકા વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. રાજ્યમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતમાં નદી-નાળા છલકાયા છે. અનેક ડેમમાં નવા નીરની આવક થઇ છે. ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો સહિત વહીવટી તંત્રની ચિંતા પણ હળવી બની છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">