વલસાડ : કોરોના મહામારીને કારણે ઉદ્યોગોને માઠી અસર, 700 કરોડની સબસિડીની સરકારની જાહેરાત

ગુજરાત સરકારે ઉદ્યોગને વેગ આપવા માટે રૂપિયા 700 કરોડની સબસિડીની જાહેરાત કરી હતી. ત્યારે એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા ઉદ્યોગકારોને આ સબસિડીનો લાભ લેવા જણાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 11:33 AM

કોરોના મહામારીને કારણે રાજ્યના ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડી હતી. ગુજરાત સરકારે ઉદ્યોગને વેગ આપવા માટે રૂપિયા 700 કરોડની સબસિડીની જાહેરાત કરી હતી. ત્યારે એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા ઉદ્યોગકારોને આ સબસિડીનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે પાટીલે કનુભાઈ અને સરકારનો આભાર પણ માન્યો હતો. આ સબસિડીના કારણે કોરોના કાળમાં માદા પડી ગયેલા ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે. સબસિડીની સહાયથી વાપીના ઉદ્યોગકારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

વાપી મુલાકાતે આવેલા સી.આર.પાટીલની ટકોર

વાપીની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ટકોર કરી છે કે, નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. મહત્વનું છે કે પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં પાટીલે ભાજપના પેજ કમિટી અને તેની તાકાત તેમજ ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું. પાટીલે નેતાઓ અને કાર્યકરોને આડકતરી રીતે ઈશારો કરીને કહ્યું, હવે ટિકિટ નહીં મળતા નારાજ થતાં કે પાર્ટી બદલતા નેતાઓએ પણ સમજવાની જરૂર છે કે, પેજ કમિટીની તાકાત એટલી છે કે હવે કોઈ એક વ્યક્તિ નારાજ થાય તો પાર્ટી પરિણામ બદલાશે તેવું કોઈ વિચારી રહ્યું હોય તો એ ખોટું છે…નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું જોઈએ.

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">