Valsad : ઓરંગા નદીનો 40 ગામને જોડતો બ્રિજ બંધ કરાયો, ભારે વરસાદથી તંત્ર એલર્ટ

વલસાડમાં(Valsad) ભારે વરસાદની અગાહી પગલે વહીવટી તંત્ર સતર્ક છે. NDRFની ટીમ સહિત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયાર છે. તેમજ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા ટીમ તૈયાર છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:17 PM

વલસાડ(Valsad) જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદનું(Rain)  જોર યથાવત છે. વલસાડના ખેરગામને જોડતો ઓરંગા નદીનો(Oranga River)  બ્રિજ બંધ કરાયો છે. જેમાં 40 ગામને જોડતો બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે. જેમાં પોલીસે બેરીકેટ લગાવ્યા છે. ત્યારે ઉપરવાસના વરસાદની અસર પણ નીચાણવાળા વિસ્તારોમાં થઇ રહી છે. વલસાડના કાશ્મીરનગરમાં વરસાદને કારણે મોટા પાયે પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ જિલ્લા કલેક્ટરે પણ ટ્વિટ કરી નીચાણવાલા વિસ્તારોને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત NDRFની ટીમ પણ ખડેપગે છે.ધરમપુર-કપરાડા સહિત મહારાષ્ટ્રના જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી વલસાડના તમામ નદી-નાળામાં નવા નીર આવ્યા છે. વલસાડમાં દિવસ દરમ્યાન વાપીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કે ધરમપુરમાં 3.5 ઇંચ, કપરાડામાં 2.75 ઇંચ. પારડીમાં 2.5 ઇંચ અને વલસાડ-ઉમરગામમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.

વલસાડમાં ભારે વરસાદની અગાહી પગલે વહીવટી તંત્ર સતર્ક છે. NDRFની ટીમ સહિત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયાર છે. તેમજ પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા ટીમ તૈયાર છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં દરિયા કિનારે વસતા લોકોને પણ સતર્ક કર્યા છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
આ ઉપરાંત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">