Vadodara: મોંઘી કારની માથાકૂટ, લક્ઝુરિયસ કાર ખરીદ્યા બાદ બે દિવસમાં બગડી તો કાર માલિકે ગધેડા જોડીને કર્યો વિરોધ, જુઓ વીડિયો

નવી કારમાં અનેક સમસ્યાઓ (Car problem) સર્જાઈ રહી હતી અને તેઓ જ્યારે કારની સમસ્યા લઈને શો રૂમમાં ગયા તો કાર શોરૂમ સંચાલકોને ન તો કાર બદલી આપી કે ન તો રિફન્ડ આપ્યું. આખરે કંટાળીને કાર માલિકે કારની આગળ પોસ્ટર લગાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 9:15 AM

તમે  હોંશથી લક્ઝુરિયસ કારની ખરીદી કરો અને અઢળક રૂપિયા ખર્ચીને ખરીદેલી કાર બે દિવસમાં  જ બગડે તો સ્વાભાવિક છે કે ખરીદનાર વ્યક્તિ ગુસ્સે થઈ જાય. આવી જ પરિસ્થિતિ વડોદરાના એક વ્યક્તિ સાથે ઉભી  થઈ છે અને તેના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.  (Vadodara) એક ભાઈ તેમની કારના લીધે  હાલ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ છે કે આ કાર માલિકે  (Car owner) થોડા દિવસ પહેલા રૂપિયા 24 લાખની નવી લક્ઝુરિયસ કાર ખરીદી હતી. જોકે નવી કાર ચલાવવાનો આ ભાઈનો ઉત્સાહ થોડા સમયમાં જ ઉતરી ગયો હતો.

નવી કારમાં અનેક સમસ્યાઓ (Car problem) સર્જાઈ રહી હતી અને તેઓ જ્યારે કારની સમસ્યા લઈને શો રૂમમાં ગયા તો કાર શોરૂમ સંચાલકોને ન તો કાર બદલી આપી કે ન તો રિફન્ડ આપ્યું. આખરે કંટાળીને કાર માલિકે કારની આગળ પોસ્ટર લગાવીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

કાર માલિકે આ મોંઘી કાર શો રૂમની બહાર ઉભી રાખી દીધી હતી અને ગાડી પર પોસ્ટર લગાવ્યું હતું કે 24 લાખની કાર બે દિવસમાં બગડી. વળી કાર માલિકે તો કારની આગળ ગધેડાં પણ જોડી દીધા હતા અને ઢોલ વગાડીને આ ખરાબ કાર અંગેની જાહેરાત કરી હતી. તેમણે શો રૂમ સંચાલકો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોપ છે કે આ કાર અંગે અનેક વખત રજૂઆત કરી હતી છતાં કોઈ ઉકેલ નથી આવ્યો. આ વિરોધને જોઈને શોરૂમના કર્મચારીઓ દોડતા થયા હતા અને જલદી જ તેમની સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">