વડોદરા : વિશ્વામિત્રી નદીમાં ઓક્સિજન શૂન્ય, GPCBનો ચોંકાવનારો રિપોર્ટ

વિશ્વામિત્રી નદીમાં ગટરના પાણી અને કચરો સીધો ઠલવાતા તે હાલ ગટર સમાન બની ગઈ છે. યોગ્ય ક્ષમતાથી કાર્ય ન કરતા STP પ્લાન્ટને તાત્કાલિક સુધારવાની જરૂર છે. આ ઉપરાંત વડોદરામાં ભવિષ્યમાં ઉમેનારી વસ્તીને ધ્યાનમાં રાખી વધુ STP પ્લાન્ટ પણ જરૂરિયાત મુજબ બનાવવાની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 11:06 PM

સંસ્કાર નગરીના નાગરિકો માટે સૌથી ચિંતાજનક અહેવાલ. વડોદરા (Vadodara)શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (Vishwamitri river)પ્રાણવાયુ વિહોણી બની છે. વિશ્વામિત્રી નદીમાં ઓક્સિજનની (Oxygen) માત્રા ઝીરો થઈ ગઈ છે. આ રિપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યો છે. GPCBએ વડોદરા મહાનગરપાલિકાને નોટિસ પણ ફટકારી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી 7 પ્લાન્ટ નિયમો મુજબ કામ કરતા નથી. વિશ્વામિત્રીમાં વધતા પ્રદૂષણ અંગે પર્યાવરણ અને જળચર પ્રાણી નિષ્ણાતો પહેલાથી જ ચેતવણી આપતા હતા. આમ છતાં વડોદરા મહાનગરપાલિકાએ કોઈ આગોતરા પગલા ન લીધા. નદીનું પ્રદૂષણ રોકવા કોઈ આગોતરી તૈયારી ન કરી. વડોદરાના શાસકો અને અધિકારીઓ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ આદેશોનું પણ ઉલ્લંઘન કરતા રહ્યાં છે. વિશ્વામિત્રીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતા માછલી અને મગર અને અન્ય જળચર સંપત્તિને પણ મોટો ફટકો પડ્યો છે.

વિશ્વામિત્રી નદીમાં ગટરના પાણી અને કચરો સીધો ઠલવાતા તે હાલ ગટર સમાન બની ગઈ છે. યોગ્ય ક્ષમતાથી કાર્ય ન કરતા STP પ્લાન્ટને તાત્કાલિક સુધારવાની જરૂર છે. આ ઉપરાંત વડોદરામાં ભવિષ્યમાં ઉમેનારી વસ્તીને ધ્યાનમાં રાખી વધુ STP પ્લાન્ટ પણ જરૂરિયાત મુજબ બનાવવાની જરૂર છે. જો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આગોતરી તૈયારી નહીં કરે તો બોરવેલથી પાણી પીતા લોકોને ગંભીર રોગ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત જળચર પ્રાણી અને વૃક્ષોને પણ નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : વડોદરા : હેલ્થ અવેરનેસના ભાગરૂપે સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન યોજાઇ, 300 ખેલાડીઓએ ભાગ લીધો

આ પણ વાંચો : નવસારી : સી.આર.પાટીલના હસ્તે ઓક્સિજન મશીનનું લોકાર્પણ, દરેક મિનિટે 250 લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">