Vadodara : ચકચારી સ્વિટી પટેલ હત્યા કેસ, FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો

રાજ્યભરમાં ચકચાર જગાવનાર સ્વિટી પટેલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અટાલી પાસેથી ફરી મળેલાં 4 હાડકાં માનવનાં જ હોવાનો FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 7:48 PM

Vadodara : રાજ્યભરમાં ચકચાર જગાવનાર સ્વિટી પટેલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અટાલી પાસેથી ફરી મળેલાં 4 હાડકાં માનવનાં જ હોવાનો FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ પોલીસે રિકસ્ટ્રક્શન વખતે દહેજના અટાલી પાસેની હોટલની પાછળથી જમીનમાં ખાડો ખોદીને દાટેલા 4 હાડકા કબજે કર્યા બાદ તેને તપાસ માટે FSLમાં મોકલ્યા હતા. FSL દ્વારા આ હાડકા માનવ શરીરના હોવાનું જણાવાતા હવે પીઆઇ દેસાઇના બાળકના સેમ્પલના આધારે આ હાડકા સ્વિટી પટેલના છે કે કેમ તે અંગે ડીએનએ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી હતી.

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">