વડોદરા વીડિયો : સાધલી ગામે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ વાયરલ, શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ એલર્ટ થઇ
વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામે સોશિયલ મીડિયા વિવાદિત પોસ્ટ વાયરલ થતા શિનોર પોલીસ દોડતી થઈ ગઇ છે. અયોધ્યા રામ મંદિરને લઇને સાધલી ગામના અમુક અસામાજિક તત્વોએ સોસિયલ મીડિયા અકાઉન્ટ પર વિવાદિત અને ભડકાઉ પોસ્ટ કરી હોવાનું સામે આવ્યુ છે, ત્યારે શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે.
વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામે સોશિયલ મીડિયા વિવાદિત પોસ્ટ વાયરલ થતા શિનોર પોલીસ દોડતી થઈ ગઇ છે. અયોધ્યા રામ મંદિરને લઇને સાધલી ગામના અમુક અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વિવાદિત અને ભડકાઉ પોસ્ટ કરી હોવાનું સામે આવ્યુ છે, ત્યારે શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે.
વડોદરાના સાધલી ગામના કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઇન્સ્ટા ગ્રામ પર અયોધ્યા રામ મંદિરને લઇ વિવાદિત પોસ્ટ મુકવામાં આવી છે. હજુ વડોદરાના પાદરાના ભોજ ગામે શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારો થવાની ઘટના તાજી જ છે, ત્યાં હવે સાધલી ગામમાં અયોધ્યા રામ મંદિરને લઇને જ વિવાદિત પોસ્ટ મુકાઇ છે. વિવાદિત પોસ્ટને લઈને માહોલ ન બગડે તે માટે શિનોર પોલીસ એલર્ટ બની છે. પોલીસે સાઇબર ક્રાઇમની મદદ લઈ ઇન્સ્ટાગ્રામ પર કરાયેલ વિવાદિત પોસ્ટને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ વડોદરામાં પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાની ઘટના પણ સામે આવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઈ હતી.પોલીસ દ્વારા બન્ને જુથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કરી 13 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 16 નામજોગ તેમજ 10 અન્ય મળી કુલ 26 લોકો ફરિયાદ નોંધી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
