Vadodara: ગોલ્ડન ચોકડી પરથી PCBની ટીમે રૂ. 40.99 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો, બુટલેગરની ઉલટતપાસમાં વધુ વિગત સામે આવવાની શક્યતા

વડોદરામાં (Vadodara) ગોલ્ડન ચોકડી પરથી PCBની ટીમે બાતમીના આધારે વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપી લીધુ હતુ. વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાયવર જગદીશ બિશ્નોઇની પણ ધરપકડ પણ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 2:56 PM

વડોદરા (Vadodara) શહેરમાં મંગળવારે મોહરમ અને તાજીયાને અનુલક્ષીને પોલીસ તથા એજન્સીઓનો કડક બંદોબસ્ત ગોઠવાયેલો હતો. પોલીસ દ્વારા તમામ સ્થળે ચેકિંગ કરવામાં આવતુ હતુ. તે દરમિયાન PCBના PI જે. જે. પટેલને હરિયાણાથી સુરત તરફ એક દારુનો (alcohol) મોટા પ્રમાણમાં જથ્થો ભરી કન્ટેનર જઇ રહ્યુ હોવાની બાતમી મળી હતી. જેને આધારે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓને સાથે રાખીને PCBએ ગોલ્ડન ચોકડી નજીક નાકાબંધી કરી હતી અને વાહન ચેકિંગ દરમિયાન 40.99 લાખની કિંમતના વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.

વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ

વડોદરામાં ગોલ્ડન ચોકડી પરથી PCBની ટીમે બાતમીના આધારે વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપી લીધુ હતુ. વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાયવર જગદીશ બિશ્નોઇની પણ ધરપકડ પણ કરવામાં આવી છે. તેની પ્રાથમિક પુછપરછમાં ખુલાસો થયો છે કે રૂપિયા 40.99 લાખની કિંમતના વિદેશી દારૂ ભરેલું કન્ટેનર હરિયાણાથી આવી રહ્યું હતું અને સુરત જઈ રહ્યું હતું. આ દારુનો જથ્થો જેણે મોકલાવ્યો હતો તેનું પણ નામ પુછપરછ દરમિયાન આરોપીએ કબુલ્યુ છે. એક મોબાઇલ નંબર પણ મળ્યો છે. ત્યારે હવે પોલીસ દ્વારા ખરાઇ કરવામાં આવી રહી છે કે આ જ વ્યક્તિ દ્વારા દારુ મોકલવામાં આવ્યો હતો કે કેમ અને કોને મોકલવામાં આવી રહ્યો હતો.

આરોપીની પુછપરછ

દારુના કન્ટેનર અંગેની ચોક્કસ બાતમી મળતાં PCBએ મોડી રાત્રે નાકાબંધી કરી હતી અને ગોલ્ડન ચોકડી પરથી કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જેમાં 40.99 લાખની કિંમતની દારૂની બોટલો સહિત કુલ 56 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સમગ્ર મામલામાં સ્થાનિક કેટલા બુટલેગર સંકળાયેલા છે તે અંગેની પણ પુછપરછ પોલીસે હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">