Vadodara : MS યુનિવર્સિટીની 11 ફેકલ્ટીમાં ઓફલાઈન શિક્ષણ શરૂ નહીં થાય, જાણો શું છે કારણ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધોરણ 12 અને કોલેજોમાં એફલાઈન વર્ગો શરૂ શિક્ષણ બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી છે. ત્યારે M.S. યુનિવર્સિટીના 11 ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ જ મેળવી શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 1:50 PM

શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો (Offline Education) શરૂ કરવા માટે મંજુરી આપવામાં આવી છે. પરંતુ, MS યુનિવર્સિટીને (MS University) સરકાર દ્વારા 11 ફેકલ્ટીનું શિક્ષણ ઓફલાઈન રીતે શરૂ કરવા માટે સંમતિ મળી નથી. ત્યારે વિદ્યાર્થીઓએ ફરીથી ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા ધોરણ 12 અને કોલેજોના એફલાઈન વર્ગો શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. પરંતુ, આ માટે શૈક્ષણિક સંસ્થાઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

જેમાં, વિદ્યાર્થીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું (Social Distance) પાલન કરવું જરૂરી છે. ગાઈડલાઈન મુજબ, શૈક્ષણિક સંસ્થાઓને (Education Organization) પ્રાર્થના અને ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉપરાંત માત્ર 50% વિદ્યાર્થીઓની ક્ષમતામાં જ શિક્ષણ શરૂ કરવાનું રહેશે.

કોર્મસ, આર્ટસ, સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં વાલીઓના સંમતિપત્ર (Parents Approval) મેળવવાની પ્રક્રિયા શરૂ છે, ઉપરાંત વિદ્યાર્થીએ વેક્સિન લીધી છે, તો તેનું સર્ટિફિકેટ (Certificate) પણ રજુ કરવાનું રહેશે. જ્યારે, યુનિવર્સિટીમાં હોમ સાયન્સ, એજ્યુકેશન સાયકોલોજી (Phycology), પર્ફોમિંગ આર્ટસની (Performing Arts) ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

MS યુનિવર્સિટીના PRO નકુલેશ ત્રિવેદીએ (Nakulesh Trivedi) જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણ 14 જુનથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓના વાલીઓના સંમતિપત્ર મેળવવું જરૂરી છે, માટે હાલ વિદ્યાર્થીઓના વાલીના સંમતિપત્ર ઈમેઈલ (Email) દ્વારા મંગાવવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા 9 જુલાઈના રોજ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની ગાઈડલાઈન (Guideline) જાહેર કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પ્રક્રિયા પુરી ન થતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લેવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો : Kheda :સંધાણા ગામને જાહેર કરાયું કોલેરાગ્રસ્ત, કોલેરાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં

આ પણ વાંચો : Gujarat : આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, મહતમ 50% ક્ષમતા સાથે સ્કૂલો શરૂ થઈ શકશે

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">