વડોદરા: જર્જરિત આવાસોને નોટિસથી રોષ, ત્રણ દિવસમાં જ મકાન ખાલી કરવાને લઈ વિરોધ
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં આવાસ નિર્માણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તરસાલીના હિંમતનગરમાં જર્જરિત મકાનોને ત્વરીત ખાલી કરી દેવા માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. સાડા ચારસો જેટલા પરિવારોએ આવાસ ખાલી કરવાને લઈ મળેલી નોટિસથી રોષે ભરાયા છે.
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ હિંમતનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આવાસ જર્જરિત થયા હોવાના કારણે પાલિકાએ નોટિસ પાઠવી છે. નોટિસ સાથે જ આવાસ યોજનામાં રહેતા 458 જેટલા પરિવારોને તાત્કાલીક જ મકાન ખાલી કરવા માટે જણાવ્યુ છે.
આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરુ, ‘અમૂલ’ ને લઈ સૌની નજર મંડરાઇ
નોટિસ મળવા સાથે જ પરિવારો રોષે ભરાયા છે અને હવે વડોદરા ક્લેક્ટર કચેરી સમક્ષ ધરણાં ધર્યા હતા. નિર્ભયાતાની નોટિસ આપીને ત્રણ જ દિવસમાં મકાન ખાલી કરવા માટે પાલિકાએ નોટિસ આપી છે. જેને લઈ રહીશોએ હવે નવા આવાસની માંગ કરી છે અને આ માટે ધરણાં ધરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિવારોએ ટૂંકી નોટિસમાં ક્યાં જવુ એ સવાલ સર્જાયો છે.
