વડોદરામાં (Vadodara) રહેતી યુવતી મયુશી ભગત વર્ષ 2018માં અભ્યાસ માટે યૂએસએ ગઈ હતી. જોકે એવી ઘટના સામે આવી છે કે મયુશી ભગત 29 એપ્રિલના રોજ તેના ન્યૂજર્સી ખાતેના એપોર્ટમેન્ટમાંથી નીકળ્યા બાદ ગુમ થઈ હતી. આ અંગે મયુશીના પિતા વિકાસ ભગતે ન્યૂજર્સી ( new jersey USA) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમજ મયુશીને શોધવા માટે અમેરિકાની તપાસ એજન્સી FBIએ ત્યાંની જનતાની મદદ પણ લીધી છે. સાથે જ મયુશીના ફોટા તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપર મૂકવામાં આવ્યા છે. FBI એ હવે મયુશીને મિસિંગ પર્સનની (Missing person) યાદીમાં મૂકી છે.
2019માં ભારતીય સમુદાયે મયુશીને શોધવા સોશિયલ મીડિયામાં ઝૂંબેશ ચલાવી હતી. મયુશીની નજીક રહેતા પાકિસ્તાની યુવક રાશિદ પાસે જાણકારી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મયુશીના બોસ્ટનમાં રહેતા પિતા વિકાસ ભગત અને તેમનો પરિવાર દીકરીને લઈ ભારે ચિંતિત છે, નોંધનીય છે કે મયુશીનો પરિવાર પહેલા કુંવરપુરા ગામ અને પછી વડોદરાના વાઘોડિયા રોડ ખાતે રહેતો હતો.
The FBI placed the name on its missing persons list
અમેરિકન તપાસ એજન્સીએ મયુશી ભગતનું નામ હવે મિસિંગ પર્સનની યાદીમાં તેનું નામ મૂકવામાં આવ્યું છે. મયુશી 29 એપ્રિલ 2019ના રોજ છેલ્લીવાર ન્યૂજર્સીમાં જોવા મળી હતી. 28 વર્ષીય મયુશીની એ પછી કોઈ ભાળ મળી નથી અને FBIએ તેની મિસિંગ, મોસ્ટ વોન્ટેડ અને કિડનેપ્ડ પર્સનની નવી યાદી જાહેર કરી છે. એમાં વડોદરાની વિદ્યાર્થિની મયુશીનું નામ પણ સામેલ છે. FBIએ પોતાની વેબસાઈટમાં ગુજરાતની મયુશીની માહિતી આપવાની સાથે એ અપીલ પણ કરી છે કે જો મયુશી ભગત વિશે કોઈ સૂચના મળે તો FBIની લોકલ યુનિટને જાણકારી આપે. મયુશીના બોસ્ટનમાં રહેતા પિતા વિકાસ ભગત અને તેમનો પરિવાર દીકરીને લઈ ભારે ચિંતિત છે, નોંધનીય છે કે મયુશીનો પરિવાર પહેલા કુંવરપુરા ગામ અને પછી વાઘોડિયા રોડ ખાતે રહેતો હતો.