Vadodara માં કલેકટર કચેરી બહાર કિસાન સંઘનું પ્રદર્શન, એમએસપી વધારવા માંગ

ગુજરાતના તમામ 33 જિલ્લા મથકો પર કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપી દુષ્કાળ અંગે રિ-સર્વેની માંગ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:56 PM

વડોદરા(Vadodara)માં કલેક્ટર કચેરી બહાર કિસાન સંઘના(Kisan Sangh) આગેવાનોએ પ્રદર્શન કર્યું હતું. જેમાં કિસાન સંઘના આગેવાનોએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂત આગેવાનોએ પડતર કિંમત ગણીને તેના પર 20 ટકા MSP આપવાની માગણી કરી હતી.

તેમજ કૃષિ વીજ મીટરોમાં ફિક્સ ચાર્જની સાથે સિંચાઈની સુવિધા વધારવા રજૂઆત કરી હતી. કિસાન સંઘના આગેવાનોએ કહ્યું કે અત્યાર સુધીમાં કોઈ સરકારે પોષણક્ષમ ભાવ આપ્યા જ નથી. ખેડૂતોમાં જમીન માપણી અંગે પણ રોષ જોવા મળ્યો. જો સરકાર માંગ નહીં માને તો ઉગ્ર આંદોલનની  કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પણ કૃષિ બિલના વિરોધમાં કિસાન સંઘના આગેવાનોએ ધરણાં યોજ્યા હતા. બલરામ ભવનમાં કિસાન સંઘના આગેવાનોએ પ્રદર્શન કર્યું હતું. MSPને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
જેમાં ખેડૂત આગેવાનોએ કહ્યું કે ડીઝલ, ખાતર, મજૂરી સહિતનો ખર્ચ વધ્યો છે.

આ બાબતોને ધ્યાને લીધા બાદ MSP નક્કી થવી જોઈએ. તો કેટલાક આગેવાનોએ જમીન સર્વેને લઈ સવાલો ઉઠાવ્યા હતા. કિસાન સંઘે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

દેશભરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર કિંમતના આધાર ઉપર પોષણક્ષમ ભાવની માંગ સાથે ભારતના 525 જેટલા જિલ્લાના મથકો પર ધરણા કરવામાં આવ્યા હતા. તેની સાથે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના તમામ 33 જિલ્લા મથકો પર કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપી દુષ્કાળ અંગે રિ સર્વેની માગ કરવામાં આવી છે. સિંચાઈની અસુવિધાઓ, કૃષિ વીજબીલમાં ફીકસ ચાર્જની નાબુદી, દૂધમાં ટી.ડી.એસની કપાત, ટેકાના ભાવની ખરીદીના પ્રશ્નો ખેડૂતોના વાહનોને સ્ક્રેપ પોલિસીમાંથી મુક્તિ, બાકી રહેલો પાકવીમો ચૂકવવા,આ ઉપરાંત મહેસુલ, વિજળી, જંગલ, સહકાર ખાતાનાં પ્રશ્નોનો અંગે રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ganesh Utsav પૂર્વે રાજકોટ આરોગ્ય વિભાગે મોદકના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા

આ પણ વાંચો: ગુજરાત સરકારે સામાજિક ,ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરતો સાથે ડીજે અને બેન્ડ બાજાને મંજૂરી આપી

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">