વડોદરાની MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ બાદ સર્ચ સમિતિએ તપાસ શરૂ કરી

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ બાદ સર્ચ કમિટી તપાસ માટે પહોંચી છે. જેમાં તે શુક્રવારે અરજદારો અને યુનિવર્સિટી સત્તાધીશોને સાંભળશે.

વડોદરાની(Vadodara)એમ.એસ. યુનિવર્સિટીમાં(MS University)ભરતી કૌભાંડના(Recruitment Scam) આક્ષેપો બાદ તપાસ સમિતિ એમ. એસ. યુનિવર્સિટી પહોંચી છે. જેમાં સમિતિ આક્ષેપ કરનાર સભ્યોને સાંભળ્યા બાદ તપાસ શરૂ કરશે. આ સર્ચ કમિટી સરકારના આદેશ બાદ તપાસ માટે પહોંચી છે. જેમાં તે શુક્રવારે અરજદારો અને યુનિવર્સિટી સત્તાધીશોને સાંભળશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાની(Vadodara) એમ. એસ. યુનિવર્સિટીના(MS University) ત્રણ સિન્ડીકેટ (Syndicate) સભ્ય દ્વારા કરવામાં આવેલા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ વચ્ચે સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં ત્રણ સભ્યો દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી તે મુદ્દે ચર્ચા બાદ નક્કી કરવામાં આવ્યું કે માહિતી નિયમ અધિનિયમ(RTI) મુજબ આપી શકાય તે જ માહિતી આપવામાં આવશે. તેમજ ભરતી મુદ્દે આંદોલન છેડનાર ત્રણ સભ્યોનો આક્ષેપ અંગે પણ સિન્ડિકેટ બેઠકમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

જો કે આ સમગ્ર મુદ્દે સિન્ડિકેટ બેઠક બાદ સિન્ડિકેટ મેમ્બર જીગર ઇનામદારે જણાવ્યું હતું કે કોઈ જ ભરતી કૌભાંડ થયું નથી.મીડિયા અને લોકોને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપવામાં આવી છે. તેમજ ખોટી માહિતી આપનાર કોઈ પણ વ્યક્તિ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટના ત્રણ સિનિયર વકીલો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભરતી કૌભાંડના આક્ષેપો વચ્ચે એમએસ યુનિવર્સિટી પર હવે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. એમ એસ યુનિવર્સિટીના ફર્નિચર રિપેરીંગના કામમાં ટેન્ડર વગર પ્રક્રિયા કરી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પૂર્વ વિદ્યાર્થી નેતા જૈમીન જોશીએ આરટીઆઈ દ્વારા આ અંગે માહિતી એકઠી કરી છે. જૈમીન જોશીએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીએ વર્ષ 2015માં ફર્નિચર રીપેરીંગનું કામ અમદાવાદની અંધ અપંગ ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર નામની સંસ્થાને આપ્યું હતું. પરંતુ આ અંગે કોઈ ટેન્ડર બહાર નહોંતુ પાડવામાં આવ્યું.

આ પણ વાંચો :  સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીના રેકોર્ડમાં ગડબડ ચિંતાનો વિષય: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો : ગુજરાતમાં દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના પગલે રાત્રિ કરફ્યુમાં છૂટછાટની જાહેરાત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati