Vadodara : દશેરામાં મોંઘવારીનો માર લાગશે, ફાફડા-જલેબીના ભાવમાં વધારો

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો લોકોમાં ક્રેઝ છે. દશેરાના પાવન પર્વે લોકો અવશ્ય ફાફડા-જલેબીની જયાફત લેતા હોય છે. ત્યારે આ વરસે ફરી ફાફડા-જલેબીના ભાવમાં વધારો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 1:02 PM

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો લોકોમાં ક્રેઝ છે. દશેરાના પાવન પર્વે લોકો અવશ્ય ફાફડા-જલેબીની જયાફત લેતા હોય છે. ત્યારે આ વરસે ફરી ફાફડા-જલેબીના ભાવમાં વધારો નોંધાયો છે. વડોદરામાં ફાફડા જલેબીના ભાવમાં કિલોએ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. નોંધનીય છેકે તેલ, બેસન, ગેસના ભાવમાં સતત વધારાને કારણે ફાફડા જલેબીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ ભાવવધારાની ખાણીપીણીના શોખીન લોકો પર ભાવ વધારાની કોઇ અસર દેખાતી નથી. હજું દશેરા આવતીકાલે છે. ત્યાં લોકો દશેરાના નિમિતે ફાફડા-જલેબી ખાવા માટે ફરસાણની દુકાન પર અત્યારથી જ ઉમટી રહ્યાં છે. અને, ફાફડાં-જલેબીના વેપારીઓને ઓર્ડર આપી રહ્યાં છે.

બજારમાં ફફ્ડાનો ભાવ કિલોના રૂ. 500 થી રૂ.1000 સુધી બોલાય છે. જ્યારે શુધ્ધ ઘીની જલેબીના કિલોના રૂ.500 થી 1000 ભાવ ચાલી રહ્યા છે. ફફ્ડા- જલેબીની સાથે પપૈયાની છીણ, મરચાં અને કઢી આપવામાં આવે છે. આટલા મોંઘા ફફડા બનાવવા માટે વપરાતું બેસન વેપારીઓને માત્ર રૂ.80 કિલો લેખે મળે છે. જયારે સીંગતેલ રૂ.200 કિલો વેચાણ થઈ રહ્યુ છે. જેમાંથી ફફ્ડા તૈયાર કર્યા બાદ વેપારીઓ એટલો બધો નફો ચડાવે છે કે ફફ્ડા ખરીદવા મોઘા પડી જાય છે. ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે. ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો અઢીસો ગામ ફફ્ડા અને અઢીસો ગામ જલેબીમાં ગળે, તાળવે પણ થાય નહી. ઓછામાં ઓછું બંને વસ્તુ 500-500 ગામ લે તો જ બધાને પુરું થાય, પરંતુ વેપારીઓએ ફફ્ડા-જલેબીના ભાવ આસમાને પહોંચાડીને દશેરા જેવા તહેવારની મજા બગાડી નાખી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">