કડકડતી ઠંડીમાં સવા લાખ વડોદરાવાસીઓએ દોડીને બનાવ્યો રેકોર્ડ, હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી, જુઓ વીડિયો
વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી છે. સવારની કડકડતી ઠંડીમાં સવા લાખ વડોદરાવાસીઓએ મેરેથોનમાં ઉમટ્યા હતા.
નવા વર્ષની શરૂઆત સાથે વડોદરામાં એશિયાની સૌથી વિશાળ મેરેથોન યોજાઈ છે. વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી છે. સવારની કડકડતી ઠંડીમાં સવા લાખ વડોદરાવાસીઓએ મેરેથોનમાં ઉમટ્યા હતા.
તેમજ અલગ અલગ પ્રકારની દોડમાં ભાગ લીધો હતો.આજની આ મેરેથોન સાથે વડોદરાએ એશિયાની સૌથી મોટી મેરેથોનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ઉલ્લેખનીય છે કે મેરેથોન 2024માં ભાગ લેવા માટે 1.32 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મેરેથોનમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી છે. તો મેરેથોનના અધ્યક્ષ તેજલ અમીને સૌના સાથને આવકાર્યો છે.
