વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીના રિમાન્ડની માગ કરી, જુઓ વીડિયો
વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા.જ્યાં બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ કેસમાં ચાર આરોપીના રિમાન્ડની માગ કરવામાં આવી છે.
વડોદરા હરણી બોટકાંડ મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ધરપકડ કરેલા વધુ 4 આરોપીના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા.જ્યાં બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતું.
રિમાન્ડની માગણી કરવામાં આવશે
પોલીસે ગતરોજ ડોલ્ફીન એન્ટરમેન્ટના નિલેશ જૈન અને કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર તેજલ, નેહા અને જતીન દોશીની કરી હતી ધરપકડ. હવે ક્રાઇમ બાન્ચ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરી માગણી કરશે. આરોપી નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડની માગણી કરાશે,
જ્યારે આરોપી તેજલ દોશી અને નેહા દોશીના 5 દિવસના રિમાન્ડની માગણી કરાશે. પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રકટ આપ્યો હતો. નિલેશ જૈન બોટ અને રાઈડ્સનું સંચાલન કરતો હતો. કોટિયા પ્રોજેકટમાં તેજલ, નેહા અને જતીન 5 ટકાના ભાગીદાર છે.
FSLની તપાસમાં મોટો ખુલાસો
હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે. બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જો કે તેમાં દોઢ ટન કરતા વધુ વજન કરવામાં આવ્યું. જેના કારણે બોટ ડૂબી અને 14 જિંદગીઓનો ભોગ લેવામાં આવ્યો.
