વડોદરા: હરણી બોટ દુર્ઘટના કેસ, સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી, પ્રવાસ માટે નહોતી લીધી DEOની પરવાનગી
હરણી તળાવમાં બોટ ડૂબતાં 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ છે, ત્યારે આ ઘટનામાં સ્કૂલ સંચાલકો પણ જવાાબદાર છે, ત્યારે સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારતાં તેમની સામે DEO કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી છે. ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ સ્વીકાર્યું છે કે, સ્કૂલે પ્રવાસ માટે DEOની પરવાનગી નહોતી લીધી. સ્કૂલ સંચાલકોએ ભૂલ સ્વીકારતા DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. DEO કચેરી દ્વારા સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે.
આ ઉપરાંત સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ 7 દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સોંપાશે. ઉલ્લેખનીય છે કે હરણી તળાવમાં બોટ ડૂબતાં 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ છે, ત્યારે આ ઘટનામાં સ્કૂલ સંચાલકો પણ જવાાબદાર છે, ત્યારે સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારતાં તેમની સામે DEO કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
