બ્રેકિંગ ન્યૂઝ : વડોદરામાં ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત

| Edited By: | Updated on: Jan 31, 2024 | 5:41 PM

ઓનેરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત થયા હોવાની એકલબારા ગામના સરપંચે જાણકારી આપી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ઓનેરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીમાં થયેલા આ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તો મૃતકોને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઓનેરો લાઇફકેર કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોના મોત થયા હોવાની એકલબારા ગામના સરપંચે જાણકારી આપી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો વીડિયો: હરણી બોટ દુર્ઘટના મામલે સ્ટેન્ડિંગ ચેરમેનના હાથ ખંખેરવાના પ્રયાસ, કહ્યુ કોન્ટ્રાક્ટ અમારી વખતે અપાયો નથી

Published on: Jan 31, 2024 05:34 PM