VADODARA :સ્વીટી પટેલ હત્યાકેસમાં DGP આશિષ ભાટિયાનું મોટું નિવેદન , કહ્યું, “PI અજય દેસાઈ રક્ષક નહીં, ભક્ષક છે”

Sweety Patel murder case : સ્વીટી પટેલ હત્યા કેસમાં સ્વીટી પટેલના હત્યારા પતિ PI અજય દેસાઈ અને તેના મદદગાર તરીકે કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની આજે 25 જુલાઈએ અટકાયત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 4:28 PM

VADODARA : વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યાકેસ (Sweety Patel murder case) માં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)નું એક મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સ્વીટી પટેલના હત્યારા પતિ પીઆઇ અજય દેસાઇને ભક્ષક ગણાવ્યો છે. આશિષ ભાટિયાએ કહ્યું, “PI અજય દેસાઈ રક્ષક નહીં, ભક્ષક છે, પોલીસ કર્મચારીએ જનતાનું રક્ષણ કરવાનું હોય છે એની જગ્યાએ અજય દેસાઈએ ભક્ષક તરીકે કામ કર્યું, પીઆઇ અજય દેસાઇને દાખલા રૂપ સજા મળે એવા પ્રયત્ન રહેશે”

ઉલ્લેખનીય છે કે સ્વીટી પટેલ હત્યા કેસમાં સ્વીટી પટેલના હત્યારા પતિ PI અજય દેસાઈ અને તેના મદદગાર તરીકે કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની આજે 25 જુલાઈએ અટકાયત કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">