વડોદરા વીડિયો : જિલ્લા શિક્ષણાધિકારીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને ફટકારી નોટીસ, પ્રવાસની મંજૂરી અંગે જવાબો માગ્યા

વડોદરા વીડિયો : જિલ્લા શિક્ષણાધિકારીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલને ફટકારી નોટીસ, પ્રવાસની મંજૂરી અંગે જવાબો માગ્યા

| Edited By: | Updated on: Jan 21, 2024 | 1:09 PM

હરણી તળાવ દુર્ઘટના મામલે DEO દ્વારા ન્યુ સનરાઈઝ સ્કૂલને નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસમાં પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો પૂછ્યો છે. પ્રવાસ માટે કેમ પરવાનગી ન લીધી તેનો જવાબ આપો તેમ નોટીસમાં જણાવ્યું છે.

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં 12 બાળકનો અને 2 શિક્ષકનું મોત નિપજ્યુ હતુ. જેના પગલે DEO દ્વારા ન્યુ સનરાઈઝ સ્કૂલને નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસમાં પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. પ્રવાસ માટે કેમ DEO ઓફિસમાંથી પરવાનગી લીધી નથી તેનો જવાબ માગવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને એક સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ કરાયો છે. તેમજ પ્રવાસ અંગે DEO કચેરીને અંધારામાં રાખનાર સામે કાર્યવાહી હાથ ધરાશે.

શું હતી ઘટના ?

વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો