વડોદરામાં બોઇલર બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ કરાઇ, કેન્ટોન લેબોરેટરીના બે ડિરેકટર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

કેન્ટોન લેબોરેટરીમાં બ્લાસ્ટની ઘટનામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.. કેન્ટોન લેબોરેટરીના ડિરેકટર તેજસ પટેલ અને અંકિત પટેલ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 25, 2021 | 4:23 PM

વડોદરાની(Vadodara)કંપનીમાં બોઈલર બ્લાસ્ટની(Boilar Blast)ગોઝારી ઘટના બની છે. જેના પગલે તપાસનો (Investigation)ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શ્રમ અધિકારી, પોલીસ, FSL સહિતની અલગ અલગ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.તંત્ર દ્વારા તમામ પાસાઓની તાપસ ઉંડાણપૂર્વક કરવામાં આવશે.

કેન્ટોન લેબોરેટરીમાં બ્લાસ્ટની ઘટનામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.. કેન્ટોન લેબોરેટરીના ડિરેકટર તેજસ પટેલ અને અંકિત પટેલ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો સાથે જ અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે કંપની એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બોઈલર ફાટ્યું તેની બાજુમાં જ 5થી 8 રહેણાક ઓરડીઓ હતી જેના પગલે જાનહાની વધુ થવા પામી છે. સાથે જ પોલીસે કેન્ટોન લેબોરેટરી બ્લાસ્ટની ઘટનામાં બોઈલર ઈન્સ્પેકટર અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરના પણ નિવેદન લેવામાં આવ્યા છે.

તેજસ પટેલ ફેક્ટરીના ઓપરેશન્સ સંભાળે છે તો બીજી તરફ અંકિત પટેલ વહીવટી વિભાગની જવાબદારી સંભાળે છે. કંપનીના માલિક,એમડી ડિરેક્ટરો, ફેક્ટરીના વહીવટી અધિકારીઓ અને કામદારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.મળતી માહિતી પ્રમાણે કંપની એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : જામનગર ફિઝિયોથેરાપી કોલેજ રેગિંગ કેસમાં કસૂરવાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાયા

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર રવિવારે કરશે શકિત પ્રદર્શન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati