બરોડા ડેરીના વિવાદને લઇને સમાધાન થયું, ભાજપના મોવડી મંડળે મુદ્દો ઉકેલ્યો

કેતન ઇનામદાર અને દીનુ મામા વચ્ચે જિલ્લા ભાજપના મોવડીઓ સમાધાન કરાવ્યું છે . આ અંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના નિવાસે બેઠક મળી હતી.

વડોદરામાં બરોડા ડેરી(Baroda Dairy) ના વહીવટ અંગે ભાજપ(BJP)ના ધારાસભ્ય કેતન ઈનામદાર(Ketan Inamdar)  અને ડેરીના ચેરમેન દીનુ મામા વચ્ચે ડેરીના વહીવટને લઇને ઊભો થયેલો વિવાદ ઉકેલાઈ ગયો છે. જેમાં કેતન ઇનામદાર અને દીનુ મામા વચ્ચે જિલ્લા ભાજપના મોવડીઓ સમાધાન કરાવ્યું છે . આ અંગે વડોદરા(Vadodara)  જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના નિવાસે બેઠક મળી હતી.

જેમાં જિલ્લા પ્રભારી પરાક્રમ સિંહ,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ,સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થતીમાં બંને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા ડેરીના ચેરમેન દીનુમામા વચ્ચેશાબ્દિક યુદ્ધ શરૂ થયુ હતું. જેમાં બરોડા ડેરી દ્વારા પશુપાલકોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે 13 મુદ્દાનો પત્ર કેતન ઇનામદરે લખતા વિવાદની શરૂઆત થઈ હતી.

કેતન ઇનામદારે કુલ 13 મુદ્દાની ફરિયાદ સાથે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખ્યો  હતો.પત્રમાં ડેરીના સત્તાધીશો પર સભાસદોને નફાની રકમ ન અપાતી હોવાનો આરોપ લગાવાયો છે. કેતન ઇનામદારે સીધો આરોપ કે હાલના સત્તાધીશો બરોડા ડેરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.

જો કે બરોડા ડેરીના વહીવટને લઇને કરવામાં આવેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપો બાદ સમાધાન થતા અનેક સવાલો ઉભા થયા છે. જેમાં કયા મુદ્દે સમાધાન થયું તેને લઇને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. તેમજ આ સમાધાન બરોડા ડેરીના સભાસદોના હિતમાં થયું છે કેમ તે અંગે પણ ચર્ચાએ જોર પકડયું છે.

આ પણ વાંચો : Ahmedabad: અનાથ બાળકી અર્પિતાને અમેરિકન દંપતિએ દત્તક લીધી, મળશે માતા પિતાનો પ્રેમ

આ  પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 6 સપ્ટેમ્બરે કોરોનાના નવા 19 કેસ, 6 લાખ લોકોનું રસીકરણ થયું 

Click on your DTH Provider to Add TV9 Gujarati