VADODARA : MS યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મુદ્દે ABVPએ સેનેટની ચૂંટણીનો વિરોધ કર્યો

આ અંગે ABVPના એક નેતાએ કહ્યું કે MS યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે. તપાસ કમિટી આ અંગે તપાસ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:04 PM

VADODARA : વડોદરાની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીને લઈ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું.યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વીસી ખુરશી છોડોના નારા લગાવવામાં આવ્યાં.MS યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ અંગે ચાલી રહેલી તપાસ પર ABVPએ સવાલો ઉઠાવ્યા.તેને લઈ તપાસ કમિટીનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી નહીં યોજવા માગ કરી.રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી હેડ ઑફિસે સેનેટની ચૂંટણીના નોટિફિકેશનની હોળી કરવામાં આવી.યુનિવર્સિટીની હેડ ઓફીસના બંધ દરવાજાને વિદ્યાર્થીઓએ તોડવાનો પ્રયાસ પણ કર્યો.

આ અંગે ABVPના એક નેતાએ કહ્યું કે MS યુનિવર્સિટીમાં થયેલા ભરતી કૌભાંડ અંગે તપાસ ચાલી રહી છે. તપાસ કમિટી આ અંગે તપાસ કરી રહી છે. તેમણે આક્ષેપ લગાવ્યાં કે આ ભરતી કૌભાંડમાં રજીસ્ટ્રાર અને કુલપતિ સંડોવાયેલા છે. આથી તપાસ કમિટીનો નિર્ણય ન આવે ત્યાં સુધી સેનેટની ચૂંટણી ન થવી જોઈએ એવી ABVPની માંગ છે.

ABVPના આ નેતાએ એવો પણ આક્ષેપ કર્યો કે કુલપતિ છેલ્લા 2 મહિનાથી ગાયબ છે. તેમણે કહ્યું વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અમે અહી આવીએ ત્યારે કુલપતિ મળતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે કુલપતિ મુખ્યમંત્રી હોય અને ગૃહમંત્રી હોય એવા પ્રોટોકોલથી અહી આવતા હોય છે અને દેખાતા પણ નથી. તેમણે આક્ષેપ લગાવ્યાં કે જયારે વિદ્યાર્થીઓ આવે ત્યારે તેઓ જમવા જતા રહે છે.

આ પણ વાંચો : 400 ફૂટની ઉંચાઈએથી મહિલાએ લગાવી મોતની છલાંગ,જાણો પછી શું થયું

આ પણ વાંચો : AHMEDABAD : કોરોના મૃત્યુસહાય મેળવવા માટે મદદ કરવા BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">