જીગ્નેશ મેવાણીને વધુ મહત્વ આપતા વડગામના પૂર્વ કોંગી MLA મણિલાલ વાઘેલા નારાજ, ધરી દીધું રાજીનામું

Manilal Vaghela : 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા(SC) બેઠક પર સૌથી વધુ 90,375 મત મેળવી વિજય મેળવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં.

BANASKANTHA : બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા(SC)ના પૂર્વ MLA મણિલાલ વાઘેલા (Manilal Vaghela)એ કોંગ્રેસ (Congress)માંથી રાજીનામું (resigns)આપ્યું છે. મણિલાલ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિની રાજીનામું મોકલ્યું છે.2017ની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાની ટીકીટ કાપી અને જીગ્નેશ મેવાણીને સ્થાન અપાયું હતું. જેના લીધે મણીલાલ વાઘેલા કોંગ્રેસથી નારાજ હતા.. અને નારાજગી બતાવી તેઓએ રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.

2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા(SC) બેઠક પર સૌથી વધુ 90,375 મત મેળવી વિજય મેળવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.

તો બીજી તરફ ગોધરા આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પૂર્વ ધારાસભ્યના રાજીનામાને ઉતાવળીયું પગલું ગણાવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે મણીભાઈ વાઘેલાને પક્ષ તરફથી ક્યારેય અન્યાય કરવામાં આવ્યો નથી. મણીભાઈ હિંમતનગરના હતા છતાં પણ તેમને વડનગરથી ટીકીટ આપી હતી અને તેઓ ધારાસભ્ય બન્યા હતા. પક્ષના નવા પ્રદેશ પ્રમુખ અંગે અમિત ચાવડાએ કહ્યું કે હાઇકમાન્ડ નક્કી કરશે તે સર્વેને માન્ય હશે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીએ જામનગર ઓફીસ માટે મહાકાય વૃક્ષો મંગાવ્યા, વિડીયોમાં જુઓ કેવા દેખાય છે આ વૃક્ષો

આ પણ વાંચો : AHMEDABAD : લગ્ન પ્રસંગે થતી ચોરી અટકાવવા અમદાવાદ પોલીસે એડવાન્સમાં ઘડ્યો એક્શન પ્લાન

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati