ગુજરાતમાં રવિવારે વેપારી ધંધાર્થીઓ માટે વેક્સિનેશન ચાલુ રહેશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી છે કે રવિવારે વેપારી ધંધાર્થીઓ માટે વેકસીનેશન ચાલુ રાખવામાં આવશે. જેમાં વેપારીઓ તથા ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે જ વેક્સિનેશન રવિવારે થશે.

  • Updated On - 3:37 pm, Thu, 22 July 21 Edited By: Chandrakant Kanoja

ગુજરાત(Gujarat ) સરકારે 1 ઓગષ્ટથી કર્મચારીનોના  કોરોના વેક્સિનેશન  વિના ઉદ્યોગ ધંધા શરૂ નહિ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. જેના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી છે કે રવિવારે વેપારીઓ અને ધંધાર્થીઓ માટે વેકસીનેશન ચાલુ રાખવામાં આવશે. જેમાં વેપારીઓ તથા ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે જ વેક્સિનેશન રવિવારે થશે. આ ઉપરાંત 31 જુલાઈ એ વેક્સિનેશનની અંતિમ તારીખ હોવાથી રવિવારે આ વર્ગ માટે વેકસિનેશન ચાલુ રાખવામાં આવશે.

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ ઉપરના ભાવ વધારા અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યુ કે, વેટનો ટેક્સ લેવામાં આવે છે તે સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઓછામાં ઓછો છે. બીજા રાજ્યોમાં પેટ્રોલો અને ડીઝલ ઉપરના વેટના ટેક્સનો દર વધુ છે તેમાં કોંગ્રેસ અને અન્ય પક્ષની સરકાર પણ આવી ગઈ. અન્ય રાજ્ય જ્યારે વિચારણા કરશે તો ગુજરાત પણ વિચારણા કરશે. વાહનધારકોને જણાવવુ છે કે વેટનો ટેક્સ છે તે ભારતમા સૌથી ઓછો ગુજરાતમાં છે.

કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સફળ થયુ છે. ત્રીજા વેવની ચેતવણી સામે આપણે જાગૃત છીએ. જો ત્રીજો વેવ આવે અને કેસ વધે તો તે દર્દીઓની સારવાર માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે તૈયારી કરી લેવાઈ છે. કેરળ, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં કેસ આવી રહ્યાં છે. પણ ભૂતકાળ કરતા વધુ અને હાલમાં આવતા કેસમાં વધુ છે. આ માટે સરકાર ચિંતીત છે.

આ પણ વાંચો : Raj Kundra Case : રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચની કડક કાર્યવાહી, અનેક બેંક એકાઉન્ટને લેવાયા ટાંચમાં

આ પણ વાંચો : IND vs ENG: વિરાટ કોહલીએ નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરી રહ્યો છે, BCCI એ શેર કર્યો વિડીયો