વલસાડમાં પતંગ ઉડાવતા છ વર્ષનું બાળક ધાબા પરથી પડતા થયું મોત, જુઓ વીડિયો

વલસાડમાં પતંગ ઉડાવતા છ વર્ષનું બાળક ધાબા પરથી પડતા થયું મોત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 1:55 PM

વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ઉડાવતા એક છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે.ખાટકીવાડના ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે 6 વર્ષનું બાળક નીચે પટકાયું હતું.

વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ઉડાવતા એક છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે.ખાટકીવાડના ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે 6 વર્ષનું બાળક નીચે પટકાયું હતું.બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ જૂનાગઢના સુરજ ફનવર્લ્ડમાં પોરબંદરથી પ્રવાસે આવેલ 10 વર્ષીય વિદ્યાર્થીનીનુ મોત થયું છે. રાઇડના પટ્ટામાં પગ આવી જતા ઘટના બની હોવાનું કહેવાય છે. પોરબંદરના બાપોદર ગામથી આવેલા સ્કૂલ પ્રવાસમા આ વિદ્યાર્થીની જૂનાગઢ આવી હતી. વિદ્યાર્થીની લઘુશંકાએ જતા સમયે રાઈડનો પટ્ટો પગમાં આવ્યો હતો. 15 ફૂટ સુધી વિદ્યાર્થીની ઉંચી લટકી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો