રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉતરાયણ પર્વની ઉજવણી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં લોકોએ મન મુકીને માણી મજા- વીડિયો
રાજ્યમાં પતંગોના તહેવાર ઉતરાયણ પર્વની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં લોકોએ મન મુકીને ઉતરાયણની મજા માણી. અમદાવાદમાં પોળ વિસ્તારમાં લોકોએ ઉતરાયણ પર્વની મજા માણી.
રાજ્યમાં ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાયો ઉત્તરાયણનો તહેવાર. શહેરોથી માંડીને ગામડા સુધી, પતંગરસિકોએ મકરસંક્રાતિની મોજ માણી. રાજ્યમાં અમદાવાદથી માંડીને અમરેલી સુધી, વડોદરાથી માંડીને સુરત સુધી, બનાસકાંઠાથી માંડીને રાજકોટ સુધી, રાજ્યના નાગરિકો ઉત્તરાયણના રંગે રંગાયેલા જોવા મળ્યા. ક્યાંક કાઇપો છેની બુમો જોવા મળી તો ક્યાંક ઉત્તરાયણમાં થઇ ભગવાન શ્રી રામની એન્ટ્રી. ડીજેના તાલે, તલ-સાંકળી અને ગરબાના તાલે ઝુમીને નાગરિકોએ મકરસંક્રાતિના પર્વની ઉજવણી કરી.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જુનાગઢ, બનાસકાંઠા સહિતના શહેરોમાં ઉત્તરાયણનો ઉમંગ જોવા મળ્યો અને પતંગના તહેવારને લોકોએ મન મુકીને આનંદ માણ્યો. અમદાવાદની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ખાડિયાની પોળમાં પતંગ ચગાવવા બહારગામથી લોકો આવતા હોય છે. એક ગ્રૂપ સરખી થીમની ટી-શર્ટ પહેલીને પતંગ ચગાવવાની મોજ માણતું જોવા મળ્યું. ખાસ તો વિદેશથી યુવકો ઉત્તરાયણ માટે આવ્યા છે.
આ પણ વાંચો: કબૂતરબાજી કૌભાંડમાં કલોલના પિયુષ બારોટના માતાનો દાવો, કોઈ ખોટી રીતે આપ્યુ નામ- વીડિયો
આ તરફ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં શહેરીજનો ઉતરાયણની મોજ માણી. યુવાનોએ ઢોલના તાલે પતંગ સાછે મોજ મસ્તી અને નાચગાન સાથે મકરસંક્રાતિના તહેવારની ઉજવણી કરી. આ તરફ સુરતીલાલાઓએ પણ ઉતરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરી. યુવાઓએ રંગબેરંગી પતંગો સાથે ઉતરાયણની મજા માણી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
