Gujarat Election 2022: UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહુધામાં સંબોધી સભા, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ઉઠાવ્યા સવાલ

Gujarat assembly election 2022: ગુજરાતની સત્તા ફરીથી કબ્જે કરવા ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગુજરાતમાં એક પછી એક નેતાઓ રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. આજે  ખેડામાં મહુધાના ભાજપના ઉમેદવાર માટે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સભા યોજી.

Gujarat Election 2022: UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહુધામાં સંબોધી સભા, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ઉઠાવ્યા સવાલ
CM યોગી આદિત્યનાથ (File)Image Credit source: Twitter @Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 3:49 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ભાજપના દિગ્ગજ નેતાઓ બીજા તબક્કાના મત વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, આજે ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત CM ભૂપેન્દ્ર પટેલના ચેનપુર ગામના રોડ શોથી થઇ છે. મુખ્યમંત્રીના રોડ શો બાદ દિવસભર યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, હર્ષ સંઘવી, પરષોત્તમ રૂપાલા અભિનેતા મનોજ જોષી અને ફિરોજ ઈરાની રોડ શોના કાર્યક્રમ છે, આ નેતાઓ જાહેર સભા કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ધોળકા, ખેડા, ખંભાતમાં પ્રચંડ સભા સંબોધી.

ગુજરાત ઇલેકશન 2022 : યોગી આદિત્યનાથે AAP અને કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ

ગુજરાતના ખેડામાં ભાજપનો પ્રચાર કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવ્યા. યોગી આદિત્યનાથે જનતાને પુછ્યું કે, શું કૉંગ્રેસ કે આપ પાર્ટી રામ મંદિરનો મુદ્દો ઉકેલી શકતી હતી, શું તેઓ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી શકતા. શું તેઓ રોજગારી આપી શકવાના છે, તો પછી તેમના પર ભરોસો કેમ મુકવાનો, યોગીએ જનતાને 8 ડિસેમ્બરે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનાવવા માટે અપીલ કરી. યોગી આદિત્યનાથે કહ્યું કે, આસ્થાનું સન્માન અને સુરક્ષાની ગેરેન્ટી માત્ર ભાજપ આપી શકે છે.

મહત્વનું છે કે ગુજરાતની સત્તા ફરીથી કબ્જે કરવા ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગુજરાતમાં એક પછી એક નેતાઓ રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. આજે  ખેડામાં મહુધાના ભાજપના ઉમેદવાર માટે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સભા યોજી. તો બનાસકાંઠાના દાંતામાં લાધુ પારઘીના સમર્થનમાં અલ્પેશ ઠાકોરે જનસભાને સંબોધી. સભા બાદ બાઈક રેલી પણ યોજાઈ. ગાંધીનગરની કલોલ બેઠક જીતવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનો રોડ શો યોજાયો. આ તરફ પાટણમાં ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઇ માટે કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રચાર કર્યો. બીજી તરફ વડોદરામાં બહુચર્ચિત સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારની જંગી રેલી યોજાઈ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">