મધરાતે માવઠું: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, હવામાનમાં અચાનક પલટો

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધરાતે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો. સાથે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 7:37 AM

Rain in Gujarat: અમદાવાદ (Ahmedabad) શહેરમાં કમોસમી (Unseasonal Rain) વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. થોડીવાર માટે ઝરમર વરસાદ વરસતાં શહેરના રસ્તા ભીના થઈ ગયા હતા. જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે માવઠાની આગાહી કરેલી છે. જે મુજબ વાતાવરણમાં (Weather) પલટો આવ્યો છે. તો ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો.

આ તરફ કચ્છના રાપર તાલુકામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. રાપરના ખેંગારપર, કુડા ,રામવાવ અને જામપર, સુવઇ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની માહિતી આવી છે. ત્યારે મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા તો વધારી જ છે સાથે જ રાપરમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે કમોસમી વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ રહી છે.

બનાસકાંઠામાં અંબાજી પંથકમાં પણ વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. અહીં પણ વરસાદ વરસ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબી શહેરમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. આ તરફ કચ્છમાં અંજાર-માંડવી બાદ મુન્દ્રા શહેરમાં વરસાદ પડ્યો છે. ત્યારે કચ્છમાં 5 દિવસ વરસાદની આગાહી કહેવામાં આવી છે.

 

આ પણ વાંચો: સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં, પહાડો પર હિમવર્ષાએ મચાવી તબાહી, જાણો કેવી છે સ્થિતિ?

આ પણ વાંચો: Technology: ભારતમાં 5G ટ્રાયલને લઈ આવ્યા મોટા સમાચાર, આ શહેરોથી થશે ટેસ્ટિંગની પહેલી શરૂઆત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">