આજનું હવામાન : રાજ્યમાં હજુ બે દિવસ રહેશે માવઠાનું સંકટ ! આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : રાજ્યમાં હજુ બે દિવસ રહેશે માવઠાનું સંકટ ! આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Nov 04, 2025 | 8:05 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. 2 દિવસ બાદ વરસાદી માહોલથી રાહત મળી શકશે.

રાજ્યમાં હજુ બે દિવસ રહેશે માવઠાનું સંકટ !

ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે ચાલુ વર્ષે પડેલા વરસાદે છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબરથી 21.4 ટકા વરસાદ નોંધાતો હોય છે. પરંતુ આ વર્ષ 1 ઓક્ટોબરથી 339 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જે 4 વર્ષ કરતા વધુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો