27 પાનાની લગ્નની કંકોત્રી ! અમરેલીમાં પોલીસકર્મીએ સાઈબર ક્રાઇમને લઇ લોકોમાં જાગૃતિ માટે બનાવી અનોખી કંકોત્રી, જુઓ VIDEO

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi

Updated on: Jan 25, 2023 | 8:29 AM

લોકોમાં સાયબર ક્રાઇમને લઇ જાગૃતિ આવે તે માટે ડિજિટલ સાયબર કંકોત્રી બનાવી છે. કંકોત્રીમાં સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ સહિતની માહિતી છે. આ લગ્નની કંકોત્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની.

દરેક વ્યક્તિ પોતાનાં લગ્નમાં યુનિક કંકોત્રી બનાવવાનું વિચારતા હોય છે. તેમજ વિવિધ સંદેશ સાથે પણ લોકો કંકોત્રી બનાવતા હોય છે. ત્યારે અમરેલીનાં પોલીસ કર્મચારી નયન સાવલિયાએ અનોખી કંકોત્રી બનાવી છે. લોકોમાં સાયબર ક્રાઇમને લઇ જાગૃતિ આવે તે માટે ડિજિટલ સાયબર કંકોત્રી બનાવી છે. કંકોત્રીમાં સાયબર ક્રાઇમથી બચવા શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ સહિતની માહિતી છે. આ લગ્નની કંકોત્રી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની.

યુવક અને યુવતીએ પરંપરાગત પહેરવેશમાં ફોટો શૂટ કરાવ્યું

બીજી તરફ યુવક અને યુવતીએ પરંપરાગત પહેરવેશમાં ફોટો શૂટ કરાવ્યું હતુ. નયન સાવલિયાનાં લગ્ન દલખાણિયાનાં ધારા સાંગાણી સાથે 7 ફેબ્રુઆરીનાં રોજ થશે. સાવરકુંડલનાં ગાધકડાનાં વતની નયન સાવલિયા છે. વર્ષ 2019થી ગુજરાત પોલીસમાં જોડાયેલા છે. અમરેલી જિલ્લામાં ફરજ બજાવી રહ્યાં છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati