Gujarati Video : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર સામે ABVP દ્વારા અનોખો વિરોધ, કુલપતિના પૂતળાનું કર્યું ઓપરેશન

|

May 12, 2023 | 11:25 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPનો અનોખો વિરોધ સામે આવ્યો છે. કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીના પૂતળાનું ઓપરેશન કરી વિરોધ કર્યો છે. Ph.Dમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.

ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પર્યાય બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ અખોનો વિરોધ નોંધાવ્યો. ABVPના કાર્યકરો ગેરરીતિના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીના પૂતળાનું ઓપરેશન કર્યું હતું. ગિરીશ ભીમાણીના મગજમાં ભ્રષ્ટાચારના રૂપિયા ભરાઇ ગયા હોવાના આક્ષેપ સાથે ઓપરેશન કરાયું. સાથે જ કુલપતિની ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી હતી.

આ પણ વાંચો : MS યુનિવર્સિટીમાં નોકરીની લાલચ આપી ઠગાઇ કેસમાં વિવિધ શહેરોના કુલ 15 લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું

ABVPના કાર્યકરોનો આક્ષેપ છે કે યુનિવર્સિટીમાં જેટલા પણ કૌભાંડ થઇ રહ્યાં છે તેના માટે કાર્યકારી કુલપતિ જવાબદાર છે. ગિરીશ ભીમાણીના કાર્યકાળમાં Ph.Dની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 2013 થી 2021 સુધીની તમામ Ph.Dની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કરાયો છે. પોતાના લાગતા વળગતા લોકોને Ph.D કરાવવા નિયમોને નેવે મુક્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video