Vadodara : કોર્પોરેશનના પાણી પુરવઠાના નિર્માણાધીન પ્લાન્ટનું સ્ટ્રક્ચર તૂટતા બે મજૂરો ઇજાગ્રસ્ત

વડોદરામાં ઉમેટાથી સિંઘરોટ તરફ કૂવો ખોદીને પાણીની લાઈનનું કામ ચાલતું હતું તે સમયે દુર્ઘટના બનવા પામી છે. જો કે આ કામ રાજકમલ બિલ્ડર્સ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 12:01 AM

વડોદરામાં(Vadodara)  મોડી સાંજે સિંઘરોટમાં આવેલા કોર્પોરેશનના પાણી પુરવઠાના પ્લાન્ટનું (Water Plant) સ્ટ્રક્ચર ઘરાશાયી (Collapse)  થતા  બે મજૂરો દટાયા હતા. જેમાં કુલદીપ વિશ્વકર્મા અને બાબુ નિશાદ નામના બે મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. પાણીની લાઈન માટેનું સ્ટ્રક્ચર તૂટી પડતા મજૂર દબાયા છે. ઉમેટાથી સિંઘરોટ તરફ કૂવો ખોદીને પાણીની લાઈનનું કામ ચાલતું હતું તે સમયે દુર્ઘટના બનવા પામી છે. જો કે આ કામ રાજકમલ બિલ્ડર્સ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો અને કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, તેમજ સ્ટ્રક્ચરને દુરસ્ત કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

જો કે આ સમગ્ર ઘટના રોડ પરથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યા બાદ પ્રકાશમાં આવી હતી. આ વ્યક્તિના જણાવ્યા અનુસાર તે આ સ્થળેથી પસાર થતો હતો ત્યારે આ સ્ટ્રક્ચરને પડેલું જોયું હતું તેમજ બે મજૂરો તેની નીચે દબાયેલા હતા.તેથી તેના વિડીયો બનાવીને લોકોને મોકલ્યા હતા. તેમજ કોંગ્રસના કોર્પોરેટરોને જાણ કરી હતી. તેમજ આ અંગે કોંગ્રેસના કોર્પોરેશનના કાઉન્સિલરોએ પણ સમગ્ર મામલે બેદરકારીને જવાબદાર ગણાવી હતી. તેમજ કોર્પોરેશન દ્વારા  આ 168 કરોડના  પ્રોજેક્ટને  કોઇપણ દેખરેખ વિના કરવામાં આવી રહ્યો છે. તેમજ કોર્પોરેશનનો એક પણ એન્જિનિયર આ પ્રોજેક્ટનું સુપરવિઝન નથી કરી રહ્યો તે પણ એક ગંભીર બાબત છે.

આ પણ વાંચો : Gujarat એ મેળવી વધુ એક સિધ્ધિ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-2021 માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

આ પણ વાંચો : Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">