ગીર સોમનાથના ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશના આરોપો પર પોલીસે સ્પષ્ટતા કરી છે અને કોડીનાર PI પટેલે આરોપો ફગાવ્યા છે. પૂંજા વંશના આરોપો પર સ્પષ્ટતા કરતા કોડીનાર PIએ દાવો કર્યો છે કે, ચાલુ વર્ષે કોડીનાર પોલીસે પ્રોહિબિશનના 838 કેસ કર્યા છે. જ્યારે 8 બુટલેગરોને પાસા હેઠળ ધકેલાયા છે, જ્યારે 22 બુટલેગરોનો તડીપાર કરાયા છે.
પૂંજા વંશે જાહેર કરેલા દારૂના અડ્ડાના વીડિયોની પણ પોલીસ વિભાગે તપાસ શરૂ કર્યાનો દાવો કોડીનાર PIએ કર્યો. ઉલ્લેખનીય છે કે પૂંજા વંશે ગીરસોમનાથ જિલ્લામાં બુટલેગર અને પોલીસની મિલીભગતનો આરોપ લગાવ્યો હતો અને પોલીસ હપ્તા લઇને કાર્યવાહી ન કરતા હોવાનો દાવો કર્યો હતો.
Published On - 9:14 pm, Mon, 11 August 25