સુરતમાં મોબાઈલ ચોરી આચરતી ગેંગ ઝડપાઈ, સાડા ત્રણ ડઝન ચોરીના ફોન જપ્ત કરાયા
સુરતમાં મોબાઈલ ચોરી કરતી એક ગેંગને ઝડપી લીધી છે. ઉધના પોલીસે ઝડપેલી આ ગેંગ ભીડભાડ વાળી જગ્યા પરથી મોબાઈલની ચોરી કરી હતી અને પળવારમાં જ ભીડમાં ગાયબ થઈ જતા હતા. ખાસ કરીને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશને ભીડના સમયે આ ગેંગ એક્ટીવ રહેતા અને મોબાઈલને મોકો જોઈને સરકાવી લેતા હતા.
ઉધના પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 2 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ગેંગના બે સભ્યો મોબાઈલની ચોરી કરતા હતા અને ત્રીજો શખ્શ મોબાઈલને સસ્તા ભાવે સંતોષ લંગડાને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં લીંબાયત વિસ્તારના કમરુનગર વિસ્તારમાં રહેતો પીર ઉર્ફે પીરુ તેમજ વર્ષા વસાવા અને સંતોષ ગાયકવાડ ઉર્ફે લંગડાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ
પોલીસે 43 જેટલા ચોરીના મોબાઈલ આરોપીઓ પાસેથી મેળવી લીધા છે. જ્યારે 12 જેટલી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભીડનો મોકો જોઈને આ ટોળકી મોબાઈલ ફોનને સરકાવી લેવામાં માહીર હતી અને એટલે જ હવે ઉધના પોલીસે તેમની પાસેથી વધુ ગુના ઉકેલવા માટે નો પ્રયાસ શરુ કર્યો છે. આરોપીઓ જે મોબાઈલ વેચતા તે મોબાઈલનો ઉપયોગ સેકન્ડ હેન્ડ માર્કેટમાં થતો કે પછી મોબાઈલ પાર્ટ્સ માર્કેટમાં એ દીશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 31, 2023 07:37 PM
