અમદાવાદ : રોંગ સાઈડ રાજુને રોકવા ચાણક્યપુરી બ્રીજ પાસે લગાવેલા ટાયર કિલર બમ્પ ગાયબ, જુઓ વીડિયો

અમદાવાદ : રોંગ સાઈડ રાજુને રોકવા ચાણક્યપુરી બ્રીજ પાસે લગાવેલા ટાયર કિલર બમ્પ ગાયબ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 27, 2024 | 12:08 PM

અમદાવાદના ચાણક્યપુરીના બ્રીજના પાસે મનપાએ ઓગસ્ટ મહિનામાં કિલર બમ્પ લગાવ્યા હતા. આ કિલર બમ્પ અત્યારે ગાયબ થઈ ગયા છે. ટ્રાફિક નિયંત્રણ કરવા અને રોંગ સાઈડ આવતા વાહનોને રોકવા માટે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા.

અમદાવાદમાં રોંગ સાઇડ રાજુને રોકવા માટે મનપાએ ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા.કિલર બમ્પ લગાવ્યા ત્યારથી તેને લઈને અનેક સવાલો પણ ઉભા થયા હતા. પરંતુ હવે તો આખેઆખા કિલર બમ્પ ગાયબ થઈ ગયા છે. અમદાવાદના ચાણક્યપુરીના બ્રીજના પાસે મનપાએ ઓગસ્ટ મહિનામાં કિલર બમ્પ લગાવ્યા હતા. આ કિલર બમ્પ અત્યારે ગાયબ થઈ ગયા છે. ટ્રાફિક નિયંત્રણ કરવા અને રોંગ સાઈડ આવતા વાહનોને રોકવા માટે કિલર બમ્પ નાખવામાં આવ્યા હતા.મનપાએ મોટા ઉપાડે મુકેલા કિલર બમ્પનુમ ક્યાંય નામોનિશાન જોવા મળતુ નથી.

અમદાવાદમાં બેફામ ઝડપે ગાડી હંકારતા નબીરાઓ અને નાગરિકોને પાઠ ભણાવવા મનપાએ મોટા ઉપાડે ટાયર કિલર બમ્પ નાંખ્યા હતા. કિલર બમ્પ રોંગ સાઇડમાં આવતા વાહનોના ટાયર પણ ફાડી નાંખશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.પરંતુ હવે સબક શીખવાડવા માટે લગાવાયેલા કિલર સ્પીડ બ્રેકરનું જ ગાયબ થઈ ગયા છે. બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહનચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી. જેમા જાણવા મળ્યું કે કોઈ ટાયર ફાટતા નથી. તેથી તેઓ બિન્દાસ્ત ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા.મતલબ કે આ બ્રેકર જ્યારે લગાવાયા ત્યારે જ કોઇ કામના નહોતા ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો