AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીઃ મોડાસા ધનસુરા હાઇવે પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનોના મોત

| Updated on: Jan 30, 2024 | 8:16 AM
Share

મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યા છે. કડીયા કામ કરીને બંને યુવકો પરત ઘરે ફરી રહી રહ્યા હતા એ દરમિયાન દૂધના ટેન્કર સાથે બાઈક આલમપુર પાસે અથડાયુ હતુ. અકસ્માત સર્જાતા જ ઘટના સ્થળે બંનેના મોત નિપજ્યા હતા.

અરવલ્લીમાં અકસ્માતની ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. પરોલી પાવાગઢ ગામના બે યુવકો બાઈક લઇને મજૂરી કામ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર આલમપુર પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલી દૂધના ટેન્કર સાથે બાઈક અથડાતા બંનેએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા બંને યુવાનોને સ્થાનિક હોસ્પિટલમાં તાત્કાલીક ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજને લઈ બ્લાસ્ટ! દાઝી જતા આધેડ ગંભીર

જોકે ત્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં વિશાલ ગલબાભાઈ પરમાર અને તેનો પિતરાઈ રાજુ બકાભાઈ નાયકના મોત નિપજ્યા હતા. 31 વર્ષનો વિશાલ પરમાર બે સંતાનનો પિતા હતા. જ્યારે રાજુ 18 વર્ષનો હતો. બંને મજૂરી કામ કરતા હતા અને જે કામ પતાવીને ઘરે પરત ફરવા દરમિયાન ઘટના સર્જાઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">