AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli : રાજુલામાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video

Amreli : રાજુલામાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 11:24 AM
Share

અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં બે લોકોને હાર્ટ એટેક (Heart attack) આવતાં મોતને ભેટ્યા છે. ગઈકાલે બાબરામાં છકડો હંકારનારને હાર્ટ એટેક આવ્યા બાદ રાજુલામાં 23 વર્ષીય યુવકને પણ હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેનું મોત થયું છે. રામાપીરના આખ્યાન દરમિયાન યુવકને હાર્ટ આવતાં મોડી રાત્રે જ દોડધામ મચી ગઈ હતી. અમરેલીના રાજુલામાં દિનેશ શિયાળ નામના યુવકને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે નવરાત્રીના પર્વ સમયે જ આ ઘટના બનતા ઉજવણી શોકમાં પરિણમી છે.

Amreli: અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં બે લોકોને હાર્ટ એટેક (Heart attack) આવતાં મોતને ભેટ્યા છે. ગઈકાલે બાબરામાં છકડો હંકારનારને હાર્ટ એટેક આવ્યા બાદ રાજુલામાં 23 વર્ષીય યુવકને પણ હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેનું મોત થયું છે. રામાપીરના આખ્યાન દરમિયાન યુવકને હાર્ટ આવતાં મોડી રાત્રે જ દોડધામ મચી ગઈ હતી.

આ પણ વાંચો-Ahmedabad: બુલેટ ગતિએ વધી રહી છે બુલેટ ટ્રેનની કામગીરી, સાબરમતીમાં મલ્ટી લેયર ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું હબ બનશે

અમરેલીના રાજુલામાં દિનેશ શિયાળ નામના યુવકને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે નવરાત્રીના પર્વ સમયે જ આ ઘટના બનતા ઉજવણી શોકમાં પરિણમી છે.

મહત્વનું છે કે ગઇકાલે અમરેલીના બાબરામાં છકડો રિક્ષાચાલકનું હાર્ટએટેકથી મોત થયુ હતુ. ચાલુ છકડે ચાલકને હાર્ટએટેક આવ્યો હતો. ચાલુ રસ્તે હાર્ટએટેક આવતા ચાલક રોડ પર પટકાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. લુણકીથી બાબરા જતી વખતે રસ્તામાં આ ઘટના બની હતી. તો છકડામાં બેસેલા અન્ય ત્રણથી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મૃતક લુણકી ગામના 46 વર્ષીય ઓઘડભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">