એક બળદ બે સિંહોને ભારે પડ્યો, શિકાર કરવા આવેલા સિંહ ભાગ્યા, જુઓ વિડીઓ

LINE VIDEO : છેલ્લા ઘણા સમયથી હડમતિયા ગામ 14 સિંહોનું રહેઠાણ છે. શિકારની શોધમાં આવેલા તમામ સિંહોને બળદોએ ચાલવા ન દીધું.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 22, 2021 | 10:47 PM

JUNAGADH : જૂનાગઢના મોટા હડમતિયા ગામમાં ફરી એકવાર જંગલનો રાજા ફરવા નીકળ્યો. જોકે, આ વખતે તેને ખેડૂતના બળદનો સામનો કરવો પડ્યો હતો. શિકારની શોધમાં બળદ દ્વારા સિંહોને ભગાડી જવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી હડમતિયા ગામ 14 સિંહોનું રહેઠાણ છે. શિકારની શોધમાં આવેલા તમામ સિંહોને બળદોએ ચાલવા ન દીધું.

જૂનાગઢના મોટા હડમતિયા ગામે ફરી એકવાર સિંહના આંટાફેરા જોવા મળ્યા.શિકારની શોધમાં ફરતા વનરાજોને બળદે ભગાડ્યા હતા.બળદે શિકારની શોધમાં આવેલા સિંહોની કારી ફાવવા દીધી નહોતી.હડમતીયા ગામમાં બે વનરાજ આવી ચઢ્યાં હતા અને બળદનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ શિકાર કરવાને બદલે સિંહોને ભાગવાનો વારો આવ્યો. વાત એમ છે કે એક બળદ બે સિંહોને ભારે પડ્યો અને વનરાજાને ઉભી પૂંછડીએ ભગાડ્યા.શિકારના પ્રયાસની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે, જેનો વિડીઓ વાયરલ થયો છે.

આ પણ વાંચો : OMICRON : અમદાવાદમાં ઓમિક્રોનના 5 નવા કેસ, વિદેશથી આવેલી 1 બાળકી અને 4 મહિલાઓ સંક્રમિત

આ પણ વાંચો : GUJARAT : કોરોનાના કેસોમાં વધારો, નવા 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ 600ને પાર

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati