વડોદરામાં બે દિવસ પાણી કાપ, 10 લાખ લોકો પાણીથી વંચિત રહેશે

વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 15, 2022 | 9:03 AM

મંગળવાર એટલે કે આજે સાંજે અને ગુરુવારે એટલે કે આવતીકાલે આખો દિવસ અડધા વડોદરા (Vadodara)ને પાણી નહીં (Water cut) મળે. વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક (Bullet train track) પસાર થતો હોવાથી આજે રાયકા- દોડકા ફ્રેન્ચવેલ તરફથી વડોદરા તરફ આવતી પાઇપલાઈનને શિફ્ટ કરાશે. જેને લઈને શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અંદાજિત 10 લાખ લોકોને પાણીથી વંચિત રહેવું પડશે.

વડોદરાવાસીઓને આજે સાંજે તેમજ આવતીકાલે આખો દિવસ પાણીથી વંચિત રહેવું પડશે. મેગા શટડાઉનને પગલે રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેરની 17 ટાંકી અને 4 બુસ્ટરને અસર થશે. 10 લાખ લોકોને સવારે પાણી વિતરણ બાદ 24 કલાક સુધી પાણી નહીં મળે. જે વિસ્તારમાં પાણી કાપ રહેશે તે વિસ્તારોની વાત કરીએ તો પૂનમનગર , નોર્થ હરણી, સમા, કારેલીબાગ, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, લાલબાગ, સયાજીબાગ , માંજલપુર, એરપોર્ટ વિસ્તાર, વારસિયા બુસ્ટર, ખોડીયાર નગર, ગોરવા, સુભાનપુરા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી વિસ્તારમાં પાણી નહીં મળે

વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે. ઘણી વાર તો 4 દિવસ સુધી પાણી કાપ રખાતા વડોદરાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો-

રાહુલ ગાંધી 22થી 27 ફેબ્રુઆરી ગુજરાત પ્રવાસે આવશે, દ્વારકામાં ચિંતન શિબિરમાં હાજરી આપશે

આ પણ વાંચો-

દિલ્હી- જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના ચાર પોલીસ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati