દેવભૂમિ દ્વારકા : શિવરાજપુર દરિયામાં જુડવા બહેનોએ સ્કૂબા ડાઈવિંગ કરી રામ નામની ધજા લહેરાવી, જુઓ વીડિયો
દ્વારકામાં જુડવા બહેનોએ દરિયાની અંદર ધજા લહેરાવી છે. રામ મંદિર નિર્માણની ખુશી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારવા ટ્વિન્સ બહેનોએ શિવરાજપુર દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું છે.
દેશભરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ ચાલી રહી છે. તેમજ દેશમાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો છે.કોઈ જગ્યાએ શ્રી રામની રંગોળી બનાવવામાં આવી રહી છે. તો ક્યાંક જય શ્રી રામના નામના નાદ સંભળાઈ રહ્યાં છે. ત્યારે દ્વારકામાં જુડવા બહેનોએ દરિયાની અંદર ધજા લહેરાવી છે. રામ મંદિર નિર્માણની ખુશી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આવકારવા ટ્વિન્સ બહેનોએ શિવરાજપુર દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું છે. જે દરમિયાન અંડર વોટર રામ નામને ધ્વજ લહેરાવીને મહોત્સવને આવકાર્યો છે. આ બંન્ને બહેનોનું નામ કાજલ અને કામલ વેગડ છે.
બીજી તરફ રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ પર આવેલો કેકેવી ચોકને ક્રોસ કરતા મલ્ટીલેવલ બ્રિજનું નામ બદલવામાં આવ્યુ છે. કેકેવી બ્રિજનું નામ શ્રી રામ અપાયું છે. મનપાની સામાન્ય સભામાં કેકેવી બ્રિજનું નામ શ્રી રામ અપાતા સૌ લોકોએ આવકાર્યુ છે.
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
