મહેસાણામાં ટ્રક ડ્રાઇવરોએ ચક્કાજામ કર્યો, રસ્તા પર ટાયર સળગાવી નવા કાયદાનો કર્યો વિરોધ
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વાહન ચાલકોએ ચક્કાજામ કર્યો હતો. ખેરાલુ પાસે આવેલ વૃંદાવન ચોકડી પાસે ડ્રાઇવરોએ ચક્કાજામ કરવા માટે રોડ પર ઉતરી આવીને નવા કાયદાનો વિરોધ કર્યો હતો. નવા કાયદા મુજબ અકસ્માતની ઘટનાઓમાં ડ્રાઇવરોની સજામાં નવી જોગવાઈઓ કરી છે. જેને લઈ હવે ડ્રાઇવરોએ વિરોધ દર્શાવ્યો છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ટ્રક અને અન્ય વાહન ચાલક ડ્રાઇવરોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. અકસ્માતને લઈ નવા કાયદા મુજબ કરવામા આવેલ સજાની જોગવાઈને લઈ ડ્રાઈવરોએ વિરોધ નોંધાવ્યો છે. આ માટે વિરોધ કરવા માટે ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરીને અંબાજી, મહેસાણા અને સિદ્ધપુર જતા વાહનોનો જામ કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
ચાલકોએ રસ્તા પર જામ કરવા સાથે ટાયરો સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ભારે વિરોધને લઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ વાહન ચાલકોએ અચાનક રસ્તા પર ઉતરીને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી હતી.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 01, 2024 07:01 PM
