AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય, પેટ્રોલ પંપ એસોસિએશને કરી જાહેરાત, જુઓ વીડિયો

ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય, પેટ્રોલ પંપ એસોસિએશને કરી જાહેરાત, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2024 | 2:03 PM
Share

હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં દેશભરમાં ટ્રકચાલકોની હડતાળથી અફરાતફરીનો માહોલ છે.ગુજરાતથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધી નવા કાયદાના વિરોધમાં ટ્રકચાલકો રસ્તા પર ઉતર્યા છે અને કાયદો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો દેશભરમાં વિરોધ યથાવત છે. લાખો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો ડ્રાઇવરો રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન તરફ વળ્યા છે. ત્યારે ટ્રક ચાલકોની હડતાળથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી નહીં સર્જાય. પેટ્રોલ પંપ એસોસિએશને ગ્રાહકોને ધ્યાને રાખી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં અસર નહીં થાય.

ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર ફેડરેશન પાસે પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલિયમ પેદાશની અછત નહીં વર્તાય. ટ્રક ડ્રાઈવરોની હડતાળથી ટ્રાન્સપોર્ટેશનને અસર થઈ છે, જો કે લોકો પરેશાન થઈ લાઈનો ના લગાવે, કેમ કે ગુજરાતમાં હડતાળના પગલે કોઈ અછત નહીં સર્જાય.

આ પણ વાંચો-સુરેન્દ્રનગરમાં 3 વર્ષના બાળકના અપહરણની ઘટના આવી સામે, પૂર્વ પતિએ અપહરણ કર્યુ હોવાનો માતાનો આક્ષેપ, જુઓ વીડિયો

મહત્વનું છે કે હિટ એન્ડ રન કાયદાના વિરૂદ્ધમાં દેશભરમાં ટ્રકચાલકોની હડતાળથી અફરાતફરીનો માહોલ છે.ગુજરાતથી માંડીને અરૂણાચલ પ્રદેશ સુધી નવા કાયદાના વિરોધમાં ટ્રકચાલકો રસ્તા પર ઉતર્યા છે અને કાયદો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે…જોકે સતત બીજા દિવસે ટ્રકોના પૈડા થંભી જતા, હવે ધીમે ધીમે તેની અસરો જોવા મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">